સાબરકાંઠા લોકસભા બેઠકો પર ઉમેદવારની પસંદગીને લઈને 'બકરું કાઢતા ઊંટ' આવી ગયું હોવાની સ્થિતિ સર્જાઇ છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q94rg9kswubvlxbd/" left="-10"]

સાબરકાંઠા લોકસભા બેઠકો પર ઉમેદવારની પસંદગીને લઈને ‘બકરું કાઢતા ઊંટ’ આવી ગયું હોવાની સ્થિતિ સર્જાઇ છે


સાબરકાંઠા લોકસભા બેઠકો પર ઉમેદવારની પસંદગીને લઈને 'બકરું કાઢતા ઊંટ' આવી ગયું હોવાની સ્થિતિ સર્જાઇ છે.... લોકસભા બેઠક ઉપર ભાજપે પહેલા અરવલ્લીના ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી બાદમાં તેમને ચૂંટણી ન લડવાનો આદેશ કમલમથી આપવામાં આવ્યો હતો.. જોકે ગત રવિવારે ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પત્ની શોભનાબેન બારૈયાને ટીકીટ આપી દેતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે...જેને લઈને આજે પ્રાંતિજ, તલોદ, ઇડર તેમજ હિંમતનગર સહિતના તાલુકાઓના ભાજપના કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને કોંગ્રેસના આયાતી ઉમેદવારનો ભારે વિરોધ કર્યો હતો... શોભનાબેન બારૈયા ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં તેમણે ટિકિટ આપી કાર્યકર્તાઓ સાથે અન્યાય કર્યો હોવાની રજૂઆત ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલને કરવામાં આવી હતી...અને જો ઉમેદવાર નહીં બદલાય તો ચૂંટણીમાં જોવા જેવી થશે તેવી ચીમકી પણ કાર્યકર્તાઓએ ઉચ્ચારી હતી... ઉલ્લેખની આ છે કે આયાતી ઉમેદવારને ટિકિટ આપ્યા બાદ ભાજપ સંગઠનના અગ્ર હરોળના નેતાઓમાં પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે..અને સંગઠન દ્વારા પણ આ અંગે ગાંધીનગર ખાતે રજૂઆતો કરવામાં આવી રહી છે...

બાઈટ : બાલુભાઈ ઠાકોર, ઉપ પ્રમુખ ભાજપ

બાઈટ : કનુભાઈ પટેલ, પ્રમુખ સાબરકાંઠા ભાજપ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]