દહેગામ ના પાટનાકુવા ગામમાં તુળજા માતા ભવાની મંદિરે પરંપરાગત રીતે થતી નવરાત્રી - At This Time

દહેગામ ના પાટનાકુવા ગામમાં તુળજા માતા ભવાની મંદિરે પરંપરાગત રીતે થતી નવરાત્રી


દહેગામ તાલુકાના પાટનાકુવા ગામમાં આવેલ સુપ્રસિદ્ધ માં તુળજા ભવાની મંદિર આવેલું છે જે મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્સનાર્થે આવતા હોય છે એ તો તમને જાણ હશે પરંતુ તમને એ જાણ નહિ હોય કે આ પાટનાકુવા ગામમાં થતી નવરાત્રી પણ સમગ્ર દહેગામ તાલુકા માં પ્રખ્યાત છે કારણ કે અહીંની નવરાત્રી એટલે આજ કાલ ના સમય ની નહિ પરંતુ કાયમી પરંપરાગત ઉજવાતી નવરાત્રી છે જેમાં નવરાત્રી ના દિવસો માં તુળજા ભવાની માતાના પાવન દિવસો હોઈ ગામના લોકો દ્વારા પરંપરાગત વસ્ત્રો પહેરી મહિલાઓ માતા ના ટાવર નીચે ગરબા ઘૂમતી હોય છે. સમગ્ર પાટનાકુવા ગામ રંગબેરંગી લાઈટ થી શણગારેલું જોવા મળતું હોય છે. આ નવરાત્રી જોવા આજુબાજુ ના ગામડાઓમાંથી લોકો આવતા હોય છે. કહેવાય છે કે સાક્ષાત માતા તુળજા ભવાની ની નવરાત્રી ના દિવસો માં ઉપાસના કરવાથી ગમે તેવા દુઃખ નાશ પામતા હોય છે. તો દહેગામ ના પાટનાકુવા ગામમાં તુળજા ભવાની માતાના મંદિરે નવરાત્રી ના દિવસો માં દર્શનાર્થે જરૂર થી જજો. , , , રીપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.