ટ્રેક્ટર બાઈકની લારી સાથે અથડાતા પ્રાંતિજના લીમલા ગામમાં ચાર શખ્સોએ પિતા-પુત્રને માર માર્યો - At This Time

ટ્રેક્ટર બાઈકની લારી સાથે અથડાતા પ્રાંતિજના લીમલા ગામમાં ચાર શખ્સોએ પિતા-પુત્રને માર માર્યો


અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ. પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ ખાતે, રહેતા અપૂર્વકુમાર ભક્તિભાઈ પટેલનું ટ્રેક્ટર મયુરભાઈ કાળાભાઈ પટેલની બાઈક લારી સાથે અથડાયું હતું. જેથી મયુરભાઈ પટેલ, ગીતાબેન પટેલ, વર્ષાબેન પટેલ, અનિલભાઈ પટેલ સહિતના શખ્સો ઉશ્કેરાઈ જઈને અપૂર્વકુમાર અપશબ્દો બોલ્યા હતા. જેથી અપૂર્વકુમારે અપશબ્દો બોલવાની ના પાડતા વર્ષાબેન અને ગીતાબેને તેમના શરીરના ભાગે બટકુ ભરીને તેમને જમીન પર પાડી દઈને ગડદાપાટુનો માર માર્યો હતો ભક્તિભાઈ પટેલે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે માર મારી ધમકી આપનાર શખ્સો મયુરભાઈ કાળાભાઈ પટેલ, ગીતાબેન કાળાભાઈ પટેલ વર્ષાબેન વિષ્ણુભાઈ પટેલ અને અનિલભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.