બાઇક ચોરી તથા દુકાનના શટર તોડી ચોરી કરતાં ત્રણ ઇસમોને પકડી - At This Time

બાઇક ચોરી તથા દુકાનના શટર તોડી ચોરી કરતાં ત્રણ ઇસમોને પકડી


બાઇક ચોરી તથા દુકાનના શટર તોડી ચોરી કરતાં ત્રણ ઇસમોને પકડી કુલ કિ.રૂ .૫૫,૧૦૦ / - નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી વિશાલકુમાર વાઘેલા , સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પો.ઇન્સ . એલ.સી.બી. શ્રી એમ.ડી.ચંપાવત નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. શ્રી એસ.જે.ચાવડા તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા હે.કો. સનતકુમાર , તથા પો.કો. અમરતભાઇ , પ્રહર્ષકુમાર , વિજયકુમાર , અનિરૂધ્ધસિંહ , તથા ડ્રા.પો.કો. કાળાજી , રમતુજી વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવેલ . ઉપરોક્ત ટીમ ધ્વારા મિલ્કત સબંધી ગુન્હા સબંધે સતત હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ કરી ધાડ , લુંટ તથા ઘરફોડ કરવાની એમ.ઓ. ધરાવતા શકદાર ઇસમો ઉપર વોચ રાખેલ તેમજ ખાનગી બાતમીદારોને તેવા શકદાર ઇસમોની હીલચાલ ઉપર નજર રાખવા રોકેલ હતા . તે દરમ્યાન તા .૨૫ / ૦૯ / ૨૦૨૨ ના રોજ હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં દરમ્યાન અ.પો.કો. પ્રહર્ષકુમાર તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે , “ રાજસ્થાનનો મોટર સાયકલ તથા દુકાન ચોરીના ગુન્હા કરવાની ટેવ વાળો રીઢો ગુનેગાર કનૈયાલાલ સુખલાલ કલાસવા , રહે . મંગરી ફલા , ભલુન , તા.કેશરીયાજી , જી.ઉદેપુર ( રાજસ્થાન ) તેના સાગરીતો સાથે મોટર સાયકલ તથા દુકાન ચોરીના ગુન્હા કરવા માટે પેશન પ્રો મોટર સાયકલ નં . RJ.27.ZS.3802 તથા બીજુ એક નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ લઇને ગાંભોઇથી હિંમતનગર તરફ આવવા નીકળેલ છે . ” જે બાતમી આધારે કાંકણોલ ગામે હનુમાનજી મંદિર આગળ ગાંભોઇ તરફથી આવતા વાહનોની વોચમાં હતાં તે દરમ્યાન ઉપરોક્ત બાતમી મુજબનાં વાહનો સાથે બે મોટર સાયકલો લઇને ત્રણ ઇસમો આવતાં જેઓને રોકી નામઠામ પુછતાં તેઓના નામ ( ૧ ) કનૈયાલાલ સ / ઓ સુખલાલ તેજાજી , જાતે . કલાસવા , ઉ.વ .૩૦ , રહે . મંગરી ફલા , ભલુન , તા.કેશરીયાજી , જી.ઉદેપુર ( રાજસ્થાન ) ( ૨ ) જગદિકુમાર સ / ઓ અમરતલાલ લાલુરામ જાતે . મીણા ઉ.વ .૨૪ , રહે.કેશરીયાજી ઉઘમણા કોટડા , તા.કેશરીયાજી , જી.ઉદેપુર ( રાજસ્થાન ) ( ૩ ) મહાવીપ્રસાદ અર્જુનલાલજી ખેમાજી જાતે.અહારી ઉ.વ .૩૩ , રહે . બિલક , કલાવતફળો , તા.કેશરીયાજી , જી.ઉદેપુર ( રાજસ્થાન ) હોવાનુ જણાવતાં જેઓની અંગ ઝડતી કરતાં નીચેની વિગતે ગુન્હાના કામે મુદ્દામાલ મળી આવેલ છે . > આજથી આશરે બે મહિના પહેલા કનૈયાલાલ તથા જગદિશકુમાર તથા દિલીપ પારઘી ત્રણેય જણાઓ ચોરી કરવાના ઇરાદે મોટર સાયકલ લઇ ચીઠોડા તરફ જતા એક ગામમાં થી મોબાઇલ ચોરી કરેલ તથા ત્યાથી આગળ જતાં દઢવાવ ગામ આવતાં એક દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ તેમજ વિમલ ગુટખાની બોરીની ચોરી કરેલ જેમાથી રોકડ રકમ ત્રણેય આરોપીઓએ સરખે ભાગે વેચી લીધેલ જે વપરાઇ ગયેલ છે . તેમજ વિમલ ગુટખાની બોરી કનૈયાલાલ સુખલાલ કલાસવાએ પોતાની દુકાને રાખી ગ્રાહકોને આપી દીધેલ જે ગુન્હાના કામે એક લાલ કલરનો વીવો કંપનીનો 1901 મોડલનો મોબાઇલ તથા બીજો એક કાળા કલરનો સેમસંગ કંપનીનો મોબાઇલ કબ્જે કરેલ છે . ( ચિઠોડા પો.સ્ટે . એ . ૧૧૨૦૯૦૫૭૨૨૦૩૪૫/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૪૫૭ , ૩૮૦ મુજબ )

અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.