હાલોલ- રાજ્યસેવકની ખોટી ઓળખ આપી અને ગાડી પર લાઈટ લગાવીને ફરવુ ભારે પડ્યું, પોલીસ ફરિયાદ નોંધાઈ
હાલોલ,
પંચમહાલ જીલ્લાના હાલોલનગરમાં સરકારી રાજ્ય સેવકની ખોટી ઓળખ આપીને ગાડી પર લાલ ભુરી લાઈટ લગાવીને ફરતા એક યુવાન ધ્રુવ કુમાર કાળુભાઈ વાળંદ સામે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકમા ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કીયા કંપની કાર જપ્ત કરીને આ યુવાન સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ ગ્રામ્ય પોલીસની ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે હાલોલનગરમા આવેલા હરીદર્શન સોસાયટી કંજરી રોડ ખાતે રહેતા ધ્રુવ કુમાર કાળુભાઈ વાળંદ પોતાની ફોર વ્હીલર ગાડીમાં લાલભુરી લાઈટ લગાવીને ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયા ની તકતી લગાવીને પોતે સરકારી કર્મચારી ન હોવા છતા સરકારી કર્મચારીની ઓળખ આપે છે. આ મામલે હાલોલ ગ્રામ્ય પોલીસે યુવાનને ઘરે જઈ તપાસ કરતા ઘરની બહાર કીયા કાર પડી હતી. આગળ પાછળ નંબર પ્લેટ લગાડી ન હતી. ગાડીની ડીકી ખોલતા રજીસ્ટેશન નંબર પ્લેટ મળી આવી હતી. ગાડી ઉપર લાલભુરી લાઈટ લગાડવામા આવી હતી. પુછપરછ કરતા તેમણે જણાવ્યુ હતુ કે પોતે રાજ્ય સેવક તરીકે કામગીરી કરે છે તેવી છાપ પાડવા માટે લાલભરી લાઈટ લગાવી હતી. અને ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયા લગાવ્યુ છે. આ મામલે પોલીસે ધ્રુવકુમાર વાળંદની અટકાયત કરી છે. અને કાર જાત કરીને સરકારી હોયા પર ન હોવા છતા રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી ખોટો 'ઉપયોગ કરેલો હોવાથી હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે
