15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ પંજાબમાંથી ચાર અને યુપીમાંથી એક આતંકી ઝડપાયો - At This Time

15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ પંજાબમાંથી ચાર અને યુપીમાંથી એક આતંકી ઝડપાયો


નવી દિલ્હી,તા.14.ઓગસ્ટ,2022 રવિવારઆવીતકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી થશે .એ પહેલા સુરક્ષા એજન્સીઓ તેમજ પોલીસે ઘનિષ્ઠ ચેકિંગ શરુ કર્યુ છે અને 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ પંજાબમાંથી ચાર આતંકીઓ ઝડપાયા છે.દિલ્હી પોલીસની મદદથી પંજાબ પોલીસે પાર પાડેલા ઓપરેશનમાં પોલીસે કેનેડા તેમજ ઓસ્ટ્રેલિયા સ્થિત ભાગલાવાદી સંગઠન સાથે સંકળાયેલા ચાર આતંકીઓને  પકડી પાડ્યા હતા.તેમની પાસેથી 3 હેન્ડ ગ્રેનેડ, એક વિસ્ફોટક, બે પિસ્ટલ અને 40 કારતૂસ મળી આવ્યા હતા.આ ચારે આતંકીઓ જે સંગઠન સાથે સંકળાયેલા છે તેને પાકિસ્તાનની જાસસી સંસ્થા આઈએસઆઈનુ સમર્થન હોવાનુ પંજાબ પોલીસે કહ્યુ છે.બીજી તરફ યુપી એટીએસ દ્વારા પણ કાનપુરમાંથી આાતંકી સંગઠન જૈશ એ મહોમ્મદ સાથે જોડાયેલા આતંકી હબીબુલ ઈસ્લામ ઉર્ફે સૈફુલ્લાને ઝડપી પાડયો છે.તેણે પૂછપરછમાં કબૂલ્યુ છે કે, તાજેતરમાં પકડાયેલા આતંકી મહોમ્મદ નદીમ સાથે જોડાયેલો છે અને સોશિયલ મીડિયા પર તેની ફેક આઈડી બનાવવામાં મદદ કરી હતી.તે આ પ્રકારની આઈડી બનાવવામાં નિષ્ણાત છે.તેણે પાક અને અફઘાની આતંકીઓને આવી 50 ફેક આઈડી બનાવીને આપી છે.સોશિયલ મીડિયા પરના ગ્રુપમાં સૈફુલ્લા જેહાદી વિડિયો બનાવીને મોકલતો હતો અને બીજાને પણ આવા વિડિયો બનાવવા માટે પ્રેરિત કરતો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.