ભાવનગરમાં 22 હજાર વિધાર્થીના સ્વાસ્થ્ય સાથે ચેડાં મધ્યાહન ભોજનમાં વપરાતા ખાધતેલના નમૂના ફેલ - At This Time

ભાવનગરમાં 22 હજાર વિધાર્થીના સ્વાસ્થ્ય સાથે ચેડાં મધ્યાહન ભોજનમાં વપરાતા ખાધતેલના નમૂના ફેલ


*ભાવનગરમાં 22 હજાર વિધાર્થીના સ્વાસ્થ્ય સાથે ચેડાં મધ્યાહન ભોજનમાં વપરાતા ખાધતેલના નમૂના ફેલ*

ભાવનગરની 57 જેટલી શાળા ઓમાં મધ્યાહન ભોજનમાં વપરાતા ખાધતેલના નમૂના ફેલ થતાં ખળભળાટ મચી ગયો અક્ષયપાત્ર સંસ્થાને 3.10 હજારનો દંડ અને તેલ સપ્લાયરને રૂ.1 લાખનો દંડ કરવામાં આવ્યો ભાવનગરની શાળાઓમાં મધ્યાહન ભોજનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત 57 જેટલી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં વપરાતા ખાધતેલના નમૂના ફેલ થતાં ખળભળાટ મચી ગયો છે ભાવનગરમાં 22 હજાર જેટલા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવાનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે ભાવનગર મહાનગર પાલિકા સંચાલિત 57 જેટલી શાળાઓમાં વિધાર્થીઓને પીરસવામાં આવતા મધ્યાહન ભોજન બનાવવા માટે વપરાતા ખાધતેલના નમૂના ફેલ થયા છે મધ્યાહન ભોજનમાં ભેળસેળ યુક્ત તેલ વપરાયાનો ખુલાસો થયો છે મનપાની 57 જેટલી શાળાઓમાં આશરે 22 હજાર વિધાર્થીઓને પીરસાતા ભોજનમાં ભેળસેળયુક્ત તેલ વપરાયાનો ખુલાસો થયો છે જે બાદ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે મનપાની શાળાઓમાં મધ્યાહન ભોજનનું કામ અક્ષયપાત્ર નામની સંસ્થાને આપવામાં આવ્યું છે ખાધતેલના નમૂના ફેલ થયા બાદ મનપાએ અક્ષયપાત્ર સંસ્થાને 3.10 હજારનો દંડ ફટકાર્યો છે અને તેલ સપ્લાયરને 3.1 લાખનો દંડ કરવામાં આવ્યો છે અહીં સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે મનપાના ફૂડ વિભાગે વર્ષ 2022માં આ શાળાઓમાંથી તેલના નમૂના લીધા હતા આ નમૂના કેલ ગયા બાદ છેક 1 વર્ષ અને 8 મહિના બાદ મનપાએ કાર્યવાહી કરી છે મધ્યાહન ભોજન બનાવતી અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયર
ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને અત્યાર સુધી કેમ છાવરવામાં આવ્યા અને આટલા સમય સુધી તેમની સામે સામે કાર્યવાહી કેમ કરવામાં ન આવી તે એક મોટો સવાલ છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.