રાજકોટમાં માલધારીઓનો ઢોરપકડ પાર્ટી પર હુમલો, મનપા કર્મચારીનાં કપડાં ફાડ્યાં, ઝપાઝપીમાં મહિલા ઈજાગ્રસ્ત - At This Time

રાજકોટમાં માલધારીઓનો ઢોરપકડ પાર્ટી પર હુમલો, મનપા કર્મચારીનાં કપડાં ફાડ્યાં, ઝપાઝપીમાં મહિલા ઈજાગ્રસ્ત


રખડતાં ઢોર મુદ્દે કડક કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ બાદ મનપા તંત્ર દ્વારા ઢોરપકડ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવી છે. જેને લઈ વારંવાર માલધારીઓ અને ઢોરપકડ પાર્ટીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે સવારે આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં ગાંધીગ્રામના ગૌતમનગર વિસ્તારમાં ઢોરપકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં માલધારીઓ તેમજ કર્મચારીઓ વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયાં હતાં. સમગ્ર મામલે માલધારીઓએ ઢોરપકડ પાર્ટીના કર્મચારીઓએ ગેરવર્તન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, મનપાના અધિકારીએ આક્ષેપો ફગાવ્યા હતા. સમગ્ર બનાવમાં એક માલધારી મહિલા ઘાયલ થતાં તેમને સારવારમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.