જામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણી જુગારની મોસમ પુરબહારમાં : પોલીસના વધુ 8 સ્થળે દરોડા - At This Time

જામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણી જુગારની મોસમ પુરબહારમાં : પોલીસના વધુ 8 સ્થળે દરોડા


 જામનગર તા.09 ઓગષ્ટ 2022,મંગળવાર જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે શ્રાવણ મહિનાના બીજા સોમવારની રાત્રી કેટલાક જુગારીયા તત્વો એ જુગાર રમીને પસાર કરી હતી. જોકે પોલીસ તંત્રએ કમર કસી ને આઠ સ્થળે દરોડા પાડ્યા હતા, અને  એક દંપત્તી સહિત ૪૧ પતા પ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા બે લાખ એંસી હજારની માલમતા કબજે કરી છે. જામનગર શહેર માં ગઈ રાત્રે ત્રણ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત જામનગર નજીક દરેડ, રાવલસર જોડીયા અને પડાણામાં કુલ આઠ દરોડાઓ પાડવામાં આવ્યા હતા. જેમાં જામનગર શહેરના ગણપત નગર વિસ્તારમાં પોલીસે દરોડો પડી જાહેરમાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા દંપત્તિ ગોવિંદભાઈ રણછોડભાઈ ચૌહાણ અને મણીબેન ગોવિંદભાઈ, તેમજ જયાબેન વજુભાઈ સિંગરખીયા વગેરે સહિત પાંચ શખ્સોની અટકાયત કરી લીધી હતી. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં પોલીસે ગઈ રાત્રે જુગાર રમી રહેલા બે મહિલા સહિતના ૪૧ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા બે લાખ ૮૦ હજારની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.