લઠ્ઠાકાંડ મામલે આ 14 આરોપી સામે પોલીસ ફરિયાદ દાખલ, એક પોલીસ અધિકારીનું ટ્રાન્સફર - At This Time

લઠ્ઠાકાંડ મામલે આ 14 આરોપી સામે પોલીસ ફરિયાદ દાખલ, એક પોલીસ અધિકારીનું ટ્રાન્સફર


ગુજરાત, તા. 26 જુલાઈ 2022, મંગળવારઅમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે સવારથી ઝેરી દારૂ પીવાના કારણે 26 જેટલા લોકોના મૃત્યુ થતા ખળભળાટ મચી ગયો હતો. અને 47 લોકો ભાવનગરમાં સારવાર હેઠળ છે. આ મૃતકોમાં બરવાળાના 17 લોકો અને ધંધુકાના 9 લોકો સામેલ છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે અને આ આંકડો વધવાની ભીતી સેવાઈ રહી છે. આ ઘટનાનો મુખ્ય આરોપી જયેશની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. લઠ્ઠાકાંડ મામલે મોતનો આંકડો વધી રહ્યો છે. જ્યારે હજુ પણ ઘણા લોકો સારવાર હેઠળ છે. ત્યારે હવે આ મામલે  અમદાવાદનું કનેક્શન સામે આવ્યું છે. લઠ્ઠાકાંડમાં વપરાયેલ કેમિકલ ચોરીનું કરનાર ઝડપાયો છે. અમદાવાનો શખ્સ કેમિકલની ચોરી કરીને  બુટલેગરને આપતો હતો.  અમદાવાદની કંપનીમાંથી ચોરી કરીને કેમિકલ આપનાર  આરોપી જયેશની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી  AMOS કંપનીમાં કામ કરતો હતો. જે પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી છે.પોલીસે આ ઘટના અંગે 14 આરોપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. જે આરોપીઓના નામ આ પ્રમાણે છે: 1. ગજુબેન પ્રવિણભાઈ બહાદુર ભાઈ વડદરિયા 2. પીન્ટુભાઈ રસીકભાઈ દેવીપૂજક 3. વિનોદ ઉર્ફે ફન્ટો ભીખાભાઈ કુમારખાણીયા 4. સંજય ભીખા કુમારખાણીયા 5. હરેશભાઈ કીશનભાઈ આંબલિયા 6. જટુભા લાલુભા 7. વિજય ઉર્ફે લાલો પઢીયાર 8. ભવાન નારાયણ 9. સન્ની રતીલાલ 10. નસીબ છના 11. રાજુ ભાઈ 12. અજીત દીલીપ કુમારખાણીયા 13. ભવાન રામુ 14. ચમન રસિકબરવાળામાં દેશી દારૂ પીધા પછી કેમિકલની ભેળસેળના કારણે લગભગ 26 વ્યક્તિના મૃત્યુ થયા અને અને 50 જેટલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દારૂના ધંધા કેવી રીતે ચાલે છે, પોલીસ કેમ પગલાં લેતી નથી અને કેવી રીતે સ્થાનિક પોલીસ પણ કથિત રીતે આમાં સંડોવાયેલી છે તે અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક વિડિયો.. આ સામાજિક કાર્યકર સ્થાનિક પોલીસ ઉપર નામજોગ આક્ષેપ કરી રહ્યા છે. બરવાળા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ યાસ્મીન બાનુની તાત્કાલિક અસરથી હેડ કવાટર્સ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી. બુટલેગર સાથે વાતચીત કરતો ઓડિયો વીડિયો વાયરલ થતા તાત્કાલિક એક્શન લેવામાં આવ્યું છે.વધુ વાંચો : જાણી જોઈને દેશી દારૂમાં ઉમેરાયુ હતુ કેમિકલ: ગુજરાત લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીની ધરપકડ, 14 સામે પોલીસ ફરિયાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.