કોમન વેલ્થ ગેમ્સના મેડલ વિજેતા રમતવીરોનું અભિવાદન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.. જુઓ વિડિયો - At This Time

કોમન વેલ્થ ગેમ્સના મેડલ વિજેતા રમતવીરોનું અભિવાદન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.. જુઓ વિડિયો


નવી દિલ્હી, તા. 13 ઓગસ્ટ 2022 શનિવારવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ વિજેતાઓ સાથે મુલાકાત કરી તેમનુ અભિવાદન કર્યુ. પીએમએ પોતાના સરકારી આવાસ પર સવારે 11 વાગે ભારતીય રમતવીરોને મળવાનો કાર્યક્રમ રાખ્યો. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 61 મેડલ પોતાના નામે કર્યા હતા. ભારત ઓવરઓલ મેડલ ટેલીમાં ચોથા નંબરે રહ્યુ હતુ.PM મોદીનુ સંબોધન સ્કુલમાં જઈને બાળકોને પ્રોત્સાહિત કરોપીએમ મોદીએ કહ્યુ કે તમે સ્કુલોમાં જઈને બાળકોને પ્રોત્સાહિત કરો. તેઓ તમારી વાતોને ધ્યાનથી સાંભળે છે. હુ તમારી વિજયયાત્રાને શુભકામનાઓ આપુ છુ.સ્વર્ણિમ કાળ દસ્તક આપી રહ્યો છેરમતોનો સ્વર્ણિમ કાળ દસ્તક આપી રહ્યો છે. આપણે વર્લ્ડ ક્લાસ સિસ્ટમ બનાવવામાં કાર્યરત છીએ જેથી કોઈ ટેલેન્ટ છુટી ના શકે. હવે એશિયન ગેમ્સ અને ઓલમ્પિક તમારી સામે છે.રેણુકાએ જીત્યુ સૌનુ દિલરેણુકા સિંહે ગેમ્સમાં સૌથી વધારે વિકેટ લીધી. તેમણે પોતાના પ્રદર્શનથી તમામ વિરોધીઓને પાછળ છોડ્યા. આ કોઈ સિદ્ધિથી ઓછુ નથી.દિકરીઓના પ્રદર્શનથી સમગ્ર દેશ ગદગદદિકરીઓના પ્રદર્શનથી સમગ્ર દેશ ગદગદ છે. પૂજાથી લઈને વિનેશએ નિરાશાને પાછળ છોડી. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ક્રિકેટ ટીમે સિલ્વર જીત્યો. યુવા ખેલાડીઓનુ શાનદાર પ્રદર્શનયુવાનોએ આશા અનુસાર શાનદાર પ્રદર્શન કર્યુ. આ સિવાય સીનિયરે પણ તેમનો ખૂબ સાથ નિભાવ્યો. પોડિયમ પર ઘણી જગ્યાએ આપણા બે-બે ખેલાડી જોવા મળ્યા. આ શાનદાર રહ્યુ. હોકીએ જૂની સ્થિતિ મેળવીપીએમ મોદીએ કહ્યુ કે પુરુષ અને મહિલા હોકી બંને ટીમોએ મેડલ જીત્યા. તેઓ જૂની સ્થિતિ મેળવવામાં કાર્યરત છે. બંને ટીમોને શુભકામનાઓ.અમુક રમતોમાં ખેલાડી ભલે મેડલ જીતી શક્યા નહીં પરંતુ તેમણે શાનદાર પ્રદર્શન આપ્યુ. આગામી સમયમાં આપણે તેમાં મેડલ જરૂર જીતીશુ.તમામની નજર તમારા પર રહીઆખી રાત દેશના લોકો તમારી પર નજર રાખી રહ્યા હતા. આનુ કારણ તમે હતા. તમે ત્યાં સતત સારુ પ્રદર્શન કરી રહ્યા હતા.બંને હોકી ટીમે મેડલ જીત્યાકોમનવેલ્થ ગેમ્સમાં ભારતની પુરુષ અને મહિલા બંને હોકી ટીમે મેડલ જીત્યા. પુરુષ ટીમ જ્યાં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી તો મહિલા ટીમને બ્રોન્ઝ મળ્યો.મહિલા ક્રિકેટ ટીમે જીત્યો સિલ્વરકોમનવેલ્થ ગેમ્સમાં પહેલી વખત મહિલા ક્રિકેટને સામેલ કરવામાં આવી હતી. ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ જીત્યો. ઓસ્ટ્રેલિયાને ગોલ્ડ જ્યારે ન્યુઝીલેન્ડને બ્રોન્ઝ મેડલ મળ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.