ત્રિવેણી સંગમ ખાતે નદીમાં વિવિધ વસ્તુઓ પધરાવવા પર પ્રતિબંધ - At This Time

ત્રિવેણી સંગમ ખાતે નદીમાં વિવિધ વસ્તુઓ પધરાવવા પર પ્રતિબંધ


ત્રિવેણી સંગમ ખાતે નદીમાં વિવિધ વસ્તુઓ પધરાવવા પર પ્રતિબંધ
---------
ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર અને માત્ર અસ્થિ અને પિંડ વિસર્જન કરી શકાશે.
---------
ગીર સોમનાથ, તા.૨૩: જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમની નદીમાં પૂજા સામગ્રી જેવી કે ચૂંદડી, કાપડ, નાળીયેર, ફૂલો, માટીના વાસણો વિગેરે વસ્તુઓ પધરાવવા તથા પ્લાસ્ટીકની કોથળીઓ, અન્ય પ્લાસ્ટીકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તથા અન્ય કોઈપણ પ્રકારનો કચરો નાંખવા પર પ્રતિબંધ મૂકવા અને ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર અને માત્ર અસ્થિ અને પીંડ વિસર્જન કરી શકાશે તે મુજબ અમલવારી કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજેશ આલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આ જાહેરનામાં અનુસાર ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પુજા સામગ્રી જેવી કે ચૂંદડી, કાપડ, નાળીયેર, ફૂલો, માટીના વાસણો વિગેરે વસ્તુઓ પધરાવવા તથા પ્લાસ્ટીકની કોથળીઓ, અન્ય પ્લાસ્ટીકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તથા અન્ય કોઈપણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિશેષમાં ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર અને માત્ર અસ્થિ અને પિંડ વિસર્જન કરી શકાશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૨૩ ડિસેમ્બરથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.

રિપોર્ટર દિપક જોષી સાથે ભાસ્કરભાઈ વૈધ ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.