બોટાદ શહેરમાં શું કરોડોના ખર્ચે બનેલ ફૂટપાથ વેપાર ધંધા માટે ??? - At This Time

બોટાદ શહેરમાં શું કરોડોના ખર્ચે બનેલ ફૂટપાથ વેપાર ધંધા માટે ???


બોટાદ શહેરમાં શું કરોડો ના ખર્ચે બનેલ ફૂટપાથ વેપાર ધંધા માટે ???

બોટાદ શહેર મા દબાણ કરતાઓ એ માજા નેવે મુકી છે ત્યારે કરોડો ના ખર્ચે બનાવેલા ફૂટપાથ પર કરવામાં આવેલ દબાણ હટાવવાની કામગીરી ક્યારે થશે ??‌? તેવુ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.લોકો નુ કહેવુ છે કે વેલાવામાં વેલી તકે દબાણ હટાવી ફૂટપાથ ખાલી કરવા મા આવે.જેથી કરી શહેર મા ટ્રાફીક અકસ્માત લોકો ને અડચણ જેવી સમસ્યા દુર થાય..તેમજ ફૂટપાથ પર જે લોકો પોતાનો ધંધો રોજગાર કરી રહ્યા છે તેઓ ને કોઈ યોગ્ય સ્થાન આપવામાં આવે,બોટાદ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર કરોડ ના ખર્ચે ફુટપાથ બનાવવામાં આવ્યા છે. જેમાં શહેરના દિનદયાળ ચોક,હવેલી ચોક, સ્ટેશન રોડ, ટાવર રોડ ,પાળીયાદ રોડ,મુખ્ય શાકમાર્કેટ, જેવા રોડ પર ફુટપાથ બનાવી દેવામાં આવી. પરંતુ પ્રશ્ન એ ઉભો થાઈ છે કે ફુટપાથ શું ખરેખર રાહદારીઓ ને ચાલવા માટે કે પછી વેપાર ધંધા માટે ?? રાહદારીઓ નું કહેવું છે કે કરોડો ના ખર્ચે ફુટપાથ તો બનાવવામાં આવી છે પરંતુ રાહદારીઓ ને કોઈ કામમાં નથી આવતી કામમાં આવે છે તો ફક્ત ને ફક્ત વેપાર કરવા માટે બોટાદ નગરપાલિકા દ્વારા રાહદારીઓ માટે ખુબજ સારા હેતુ થી ફુટપાથ બનાવવામાં આવી છે પરંતુ નાના મોટા ધંધા રોજગાર વાળા લોકો ને મજબુરી થી ફુટપાથ પર પોતાનો ધંધો લઈ ઉભું રહેવું પડે છે.(કારણ કે) શહેર મા કોઈ એવી વ્યવસ્થા નથી કે લોકો શાન્તિ થી પોતાનો ધંધો રોજગાર કરી શકે.. લોકો નુ કહેવુ છે કે બોટાદ નગરપાલિકા દ્વારા વેલા માં વેલી તકે રાહદારીઓ માટે ફૂટપાથ ખાલી કરવા મા આવે અને જે નાના વેપારીઓ ફૂટપાથ પર ઉભા રહી પોતાનો ધંધો રોજગાર કરી રહ્યા છે તેને કોઈ યોગ્ય જગ્યા આપવા આવે જેથી કરીને શહેર મા ટ્રાફીક ની સમસ્યાનો પણ હલ થાય રાહદારીઓ ને ચાલવા મા મુસ્કેલી પણ ઉભી ન થાય.અને નાના વેપારીઓને ધંધો રોજગાર મળી રહે તેવી લોક માંગ ઉભી થઈ છે..

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.