બોરસદમાં કોમી હિંસા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pi4js2sslj0uyr9u/" left="-10"]

બોરસદમાં કોમી હિંસા


બોરસદમાં હનુમાનજી મંદિર અને અહેમદશા પાર્ટી પ્લોટ વચ્ચેની જગ્યામાં મુસ્લિમોએ રોડ બનાવતા હિંસા ભડકી
,એક આધેડ સહિત ત્રણ પર ચપ્પાથી હુમલો, અત્યાર સુધીમાં 16 ની ધરપકડ

બોરસદ નગરપાલિકા પાસે હનુમાનજી મંદિર અને અહેમદશા પાર્ટી પ્લોટ નજીકમાં આવેલા છે. જેની વચ્ચે એક 10 બાય 15ની પાલિકાની જગ્યા આવેલી છે. જેમાં અહેમદસા ટ્રસ્ટ દ્વારા સાફસફાઈ કરાવીને પ્લાસ્ટર કરાવવાની કામગીરી હાથ ધરી હતી. જેનો હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઇ પોલીસે બન્ને કોમના આગેવાનોને બોલાવી સમજાવટ કરી હતી અને કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. બંને કોમના અગ્રણીઓની દરમિયાનગીરીથી મામલો થાળે પડી ગયો હતો. પરંતુ આ દરમિયાન બન્ને કોમના ટોળા આ જગ્યા ઉપર ભેગા થઇ ગયા હતા. જેમાં બંને કોમના ટોળા વચ્ચે અગ્રણીઓ અને પોલીસની સમજાવટ બાદ પણ બોલાચાલી થઇ હતી અને થોડી જ વારમાં વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. જેને પગલે નાસભાગ મચી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]