ઈ-મેલમાં પેપર મોકલવાનો ફિયાસ્કો, 87% પ્રશ્નપત્ર રૂબરૂ જ મોકલવા પડ્યા - At This Time

ઈ-મેલમાં પેપર મોકલવાનો ફિયાસ્કો, 87% પ્રશ્નપત્ર રૂબરૂ જ મોકલવા પડ્યા


કોમર્સ સિવાયના પ્રશ્નપત્ર પણ યુનિવર્સિટી ઓનલાઈન ન મોકલી શકી

​​​​​​​પરીક્ષાના દોઢ કલાક પહેલાં જ કેન્દ્ર પર પ્રશ્નપત્ર પહોંચ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાનો બુધવારથી પ્રારંભ થયો છે ત્યારે અગાઉ યુનિવર્સિટીએ કોમર્સ ફેકલ્ટી સિવાયના તમામ પ્રશ્નપત્ર ઓનલાઈન મોકલવાની જાહેરાત કરી હતી. કારણ કે કોમર્સમાં એકાઉન્ટના પેપર 14 પાનાના હોવાથી ઓફલાઈન મોકલવા પડે તેમ હતા પરંતુ બુધવારે કોમર્સ સિવાયની ફેકલ્ટીમાં પણ ઓનલાઈન પેપર મોકલવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ નિષ્ફળ રહ્યો હોય એમ 87% વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઓફલાઈન જ મોકલવામાં આવ્યા હતા જ્યારે માત્ર અમુક જ ફેકલ્ટીમાં ઓનલાઈન પેપર મોકલાયા હતા. સવારે 10.30 કલાકે પરીક્ષા શરૂ થવાની હતી તેના દોઢ કલાક પહેલા એટલે કે 9થી 9.15 કલાક દરમિયાન તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પેપરના પેકેટ પહોંચાડી દેવાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.