બોટાદ કલેક્ટર કચેરી સહિત જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ દ્વારા લેવાયા "એક્તા શપથ" - At This Time

બોટાદ કલેક્ટર કચેરી સહિત જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ દ્વારા લેવાયા “એક્તા શપથ”


તા. ૩૧ ઓક્ટોબરના રોજ અખંડ ભારતનાં શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે "રાષ્ટ્રીય એક્તા દિવસ" તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં "રાષ્ટ્રીય એકતા દિવસના" શપથ લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજે બોટાદ જિલ્લામાં પણ નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઇ પરમારના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે તેમજ પ્રાંત કચેરી, માહિતી વિભાગ, સમાજસુરક્ષા સહિત જિલ્લાની વિવિધ કચેરીઓમાં અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ દ્વારા "એક્તા શપથ" લેવામાં આવ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.