પાણી નહીં ધીમુ 'ઝેર' પી રહ્યા છીએ આપણે, સામે આવ્યા ચોંકાવનારા આંકડા - At This Time

પાણી નહીં ધીમુ ‘ઝેર’ પી રહ્યા છીએ આપણે, સામે આવ્યા ચોંકાવનારા આંકડા


નવી દિલ્હી, તા. 02 ઓગસ્ટ 2022 મંગળવારએક વ્યક્તિએ જીવિત રહેવા માટે પાણી પીવુ ખૂબ જરૂરી છે. આપણા શરીરમાં 66%, મગજમાં 75%, હાડકામાં 25% અને રક્તમાં 83% પાણી હોય છે. કોઈ પણ વ્યક્તિ ભોજન વિના એક મહિના સુધી જીવિત રહી શકે છે પરંતુ પાણી વિના માત્ર એક અઠવાડિયુ. એક વ્યક્તિ પોતાના સમગ્ર જીવનમાં સરેરાશ 75 હજાર લિટર પાણી પીવે છે. દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે દરરોજ ઓછામાં ઓછુ 2 લિટર પાણી પીવુ જોઈએ પરંતુ શુ આ પાણી આપણને ખરેખર હેલ્ધી રાખી રહ્યુ છે. આનો જવાબ કદાચ 'ના' છે.      આજના સમયમાં આપણે પાણી તો પી રહ્યા છીએ પરંતુ તે ઝેર બની ચૂક્યુ છે. આ વાત સરકારે સંસદમાં માની છે. સરકારે રાજ્યસભામાં જે આંકડા આપ્યા છે, તે માત્ર ચોંકાવનારા જ નથી પરંતુ ડરાવે પણ છે. આ આંકડા ડરાવે છે કે આપણે અત્યાર સુધી જે પાણી પીતા રહ્યા છીએ. તે ઝેરીલુ છે. કેમ કે દેશના લગભગ તમામ રાજ્યોના મોટાભાગના જિલ્લા એવા છે, જ્યાં ગ્રાઉન્ડ વોટરમાં ઝેરીલા ધાતુઓનુ પ્રમાણ નક્કી માપદંડો કરતા વધારે મળી છે. શુ કહે છે આંકડા?- 25 રાજ્યોના 209 જિલ્લાના અમુક ભાગમાં ગ્રાઉન્ડ વોટરમાં આર્સેનિકનુ પ્રમાણ 0.01 મિલિગ્રામ પ્રતિ લિટર કરતા વધારે છે.- 29 રાજ્યોના 491 જિલ્લાના અમુક ભાગમાં ગ્રાઉન્ડ વોટરમાં આયર્નનુ પ્રમાણ 1 મિલિગ્રામ પ્રતિ લિટર કરતા વધારે છે.- 21 રાજ્યોના 176 જિલ્લા એવા છે જ્યાંના અમુક ભાગમાં ગ્રાઉન્ડ વોટરમાં સીસુ નક્કી માપદંડો 0.01 મિલિગ્રામ પ્રતિ લિટર કરતા વધારે છે. - 11 રાજ્યોના 29 જિલ્લાના અમુક ભાગમાં ગ્રાઉન્ડ વોટરમાં કેડમિયમનુ પ્રમાણ 0.003 મિલિગ્રામ પ્રતિ લિટર કરતા વધારે મળ્યુ છે. - અમુક ભાગમાં ગ્રાઉન્ડ વોટરમાં ક્રોમિયમનુ પ્રમાણ 0.05 મિલિગ્રામ પ્રતિ લિટર કરતા વધારે મળી છે.- 18 રાજ્યોના 152 જિલ્લા એવા છે જ્યાંના અમુક ભાગમાં ગ્રાઉન્ડ વોટરમાં યુરેનિયમ 0.03 મિલિગ્રામ પ્રતિ લિટર કરતા વધારે મળ્યુ છે.80% વસતીને ઝેરીલુ પાણીજળ શક્તિ મંત્રાલયના એક દસ્તાવેજ અનુસાર દેશની 80 ટકા વધારે વસતીને પાણી ગ્રાઉન્ડ વોટરમાંથી જ મળે છે. ગ્રાઉન્ડ વોટરમાં ખતરનાક ધાતુઓનુ પ્રમાણ નક્કી માપદંડો કરતા વધારે હોવાનો અર્થ છે કે પાણી ઝેરીલુ બની રહ્યુ છે. રાજ્યસભામાં સરકારે તે રહેવાસી વિસ્તારોની સંખ્યાના આંકડા પણ આપ્યા છે જ્યાં પીવાના પાણીના સ્ત્રોત પ્રદૂષિત થઈ ચૂક્યા છે. જે અનુસાર 671 વિસ્તાર ફ્લોરાઈડ, 814 વિસ્તાર આર્સેનિક, 14079 વિસ્તાર આયર્ન, 9930 વિસ્તાર ખારાશ, 517 વિસ્તાર નાઈટ્રેટ અને 111 વિસ્તાર ભારે ધાતુથી પ્રભાવિત છે. શહેરો કરતા વધારે ગંભીર સમસ્યા ગામમાં છે કેમકે ભારતની અડધા કરતા વધારે આબાદી ગામમાં રહે છે. અહીં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત પણ હેંડપંપ, કુવા કે નદી-તળાવ હોય છે. અહીં સીધા ગ્રાઉન્ડ વોટરથી જ પાણી આવે છે. આ સિવાય આ પાણીને સાફ કરવાની કોઈ રીત પણ ગામમાં સામાન્ય રીતે હોતી નથી. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો ઝેરીલુ પાણી પીવા માટે મજબૂર છે.સ્વાસ્થ્ય માટે કેટલુ જોખમી છે પાણી?સામાન્ય રીતે માનવામાં આવે છે કે એક વ્યક્તિ દરરોજ સરેરાશ 3 લિટર પાણી પીતો હશે. જોકે, સરકારી દસ્તાવેજો અનુસાર હેલ્ધી રહેવા માટે ઓછામાં ઓછુ 2 લિટર પાણી દરરોજ પીવુ જોઈએ. જો 2 લિટર પાણી પણ દરરોજ પી રહ્યા છો તે અમુક પ્રમાણમાં ઝેર પણ આવી જ રહ્યુ છે. ગ્રાઉન્ડ વોટરમાં આર્સેનિક, આયર્ન, સીસુ, કેડમિયમ, ક્રોમિયમ અને યુરેનિયમનુ પ્રમાણ નક્કી માપદંડો કરતા વધારે હોવાની સીધી અસર આપણા આરોગ્ય પર પણ પડે છે.                                                        - આર્સેનિક વધારે હોવાનો અર્થ ત્વચા સાથે જોડાયેલી બીમારીઓ અને કેન્સરનુ જોખમ વધવુ. - આયર્ન વધારે હોવાનો અર્થ અલ્ઝાઈમર અને પાર્કિંસન જેવી નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી બીમારીઓ હોઈ શકે છે.- પાણીમાં સીસુનુ પ્રમાણ વધારે હોવુ આપણી નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે.- કેડમિયમનુ પ્રમાણ વધારે હોવાથી કિડની સાથે જોડાયેલી બીમારીઓ થવાનુ જોખમ વધી જાય છે.- ક્રોમિયમનુ પ્રમાણ વધારે હોવાથી નાના આંતરડામાં હાઈપરલેશિયા ડિફ્યુઝ થઈ શકે છે, જેનાથી ટ્યુમર થવાનુ જોખમ વધી જાય છે.- પીવાના પાણીમાં યુરેનિયમનુ પ્રમાણ વધારે હોવાથી કિડની સાથે જોડાયેલી બીમારીઓ અને કેન્સર થવાનુ જોખમ વધી જાય છે.'ઝેર' પીવાનું બંધ કરવા સરકાર શું કરી રહી છે?- સંસદમાં કેન્દ્ર સરકારે જણાવ્યુ કે પાણી રાજ્યનો વિષય છે, તેથી લોકોને પીવાનુ પાણી ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રાજ્યોની છે. જોકે, કેન્દ્ર સરકાર પણ પીવાનુ ચોખ્ખુ પાણી આપવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહ્યા છે. - 21 જુલાઈએ સરકારે લોકસભામાં જણાવ્યુ હતુ કે ઓગસ્ટ 2019માં જળ જીવન મિશન શરૂ કરવામાં આવ્યુ હતુ. જેના હેઠળ 2024 સુધી દરેક ગ્રામીણ પરિવારને નળ દ્વારા પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. સરકારના જવાબ અનુસાર અત્યાર સુધી દેશના 19.15 કરોડ ગ્રામીણ પરિવારોમાંથી 9.81 કરોડ પરિવારના ઘરે નળથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. - આ સિવાય ઓક્ટોબર 2021માં કેન્દ્ર સરકાર તરફથી અમૃત 2.0 યોજના શરૂ કરવામાં આવી છે. જેના હેઠળ લગભગ 5 વર્ષમાં 2026 સુધી તમામ શહેરોમાં નળમાંથી પાણી પહોંચાડવાનો ટારગેટ નક્કી કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.