જસદણ પો.સ્ટેના ટાઉન વિસ્તારમાંથી પ્રતિબંધીત સીરપની બોટલો ડોક્ટરશ્રી ના પ્રીસ્ક્રીપ્શન કે બીલ આધાર વગર નશાના હેતુથી વેચાણ કરતા ઇસમને સીરપના જથ્થા સાથે પકડી પાડતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pcs1pqzlceklycbp/" left="-10"]

જસદણ પો.સ્ટેના ટાઉન વિસ્તારમાંથી પ્રતિબંધીત સીરપની બોટલો ડોક્ટરશ્રી ના પ્રીસ્ક્રીપ્શન કે બીલ આધાર વગર નશાના હેતુથી વેચાણ કરતા ઇસમને સીરપના જથ્થા સાથે પકડી પાડતી


જસદણ પો.સ્ટેના ટાઉન વિસ્તારમાંથી પ્રતિબંધીત સીરપની બોટલો ડોક્ટરશ્રી ના પ્રીસ્ક્રીપ્શન કે બીલ આધાર વગર નશાના હેતુથી વેચાણ કરતા ઇસમને સીરપના જથ્થા સાથે પકડી પાડતી

એસ.ઓ ક,બ્રાંચ રાજકોટ ગ્રામ્ય રાજકોટ

મ્હે.પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિહ રાઠૌડ સાહેબ દ્વ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં

ગેરકાયદેસર રીતે પ્રતિબંધીત દવાઓનુ નશા ના હેતુથી વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એમ.જાડેજા સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી

એચ.એમ.રાણા એસ.ઓ.જીના સટાફ સાથે જસદણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા દરમ્યાન પો,હેઙ.કોન્સ જયવિરસિહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ ની સયુક્ત બાતમી આધારે હકિકત મળેલ કે હિમતભાઇ ધુધાભાઇ માંડાણી રહે જસદણ વિંછીયા રોડ B.R.C. ભવનની બાજુમાં વાળો પોતાના રહેણાંક મકાનમાં પ્રતિબંધીત સીરપ નો જથ્થો કોઇપણ બીલ કે લાઇસન્સ વગર તેમજ ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રીપ્શન વગર નશાના હેતુથી વેચાણ કરતો હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ એફ.એસ.એલ.અધિ.શ્રી રાજકોટ તથા ફુડ એન્ડ ડ્રગ ઇન્સપેક્ટર શ્રી રાજકોટ નાઓને સાથે રેઇડ કરતા મજકુર હિમતભાઇ ધુધાભાઇ માંડાણી રહે જસદણ વાળાના કબ્જા ભોગવટાના મકાનમાંથી કુલ- ૧૧૯ સીરપની બોટલો મળી આવતા તેના વિરૂધ્ધ જસદણ પો.સ્ટે ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપી

હિમતભાઇ ધુધાભાઇ માંડાણી જાતે કોળી ઉવ.૪૦ ધંધો યાર્ડમાં મજુરી રહે, જસદણ વિંછીયા રોડ B.R.C. ભવનની બાજુમાં

કબ્જે કરેલ મુદામાલઃ

(૧) nrx codeine phosphate & chlorpheniramine maleate syrup 100 m.l. કુલ નંગ-૪૬ કિ.રૂ.૫૫૨૦

(૨) rx chlorpheniramine maleate & codeine phosphate k cod syrup 100 ml. કુલ નંગ-૭૩ કિ.રૂ.૯૪૯૦ (૩) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૨,૦૦૦/- કુલ કિંમત રૂ.૧૭,૦૧૦/
કામગીરીમાં રહેલ અધિકારી/કર્મચારી:
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ.જાડેજા સાહેબ તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા સાહેબ તથા એ.એસ.આઇ પરવેઝભાઇ સમા તથા પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા અમીતભાઇ કનેરીયા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા વિજયગીરી ગોસ્વામી તથા નરશીભાઇ બાવળીયા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]