હિંમતનગર RTO કચેરી ખાતે ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક બે દિવસ બંધ રહેશે - At This Time

હિંમતનગર RTO કચેરી ખાતે ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક બે દિવસ બંધ રહેશે


સાબરકાંઠા જિલ્લામાં આર.ટી.ઓ કચેરી,હિંમતનગર ખાતે ટુ વ્હિલર તથા ફોર વ્હિલરના ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની મરામતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તા. ૨૧ થી ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી જિલ્લામાં ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે. તા. ૨૧ થી ૨૩ ૨૦૨૨ સપ્ટેમ્બર દરમિયાન જે પણ અરજદારશ્રી દ્વારા ડ્રાઇવીંગ  ટેસ્ટ ટ્રેકની એપોઇમેન્ટ લીધેલ હોઇ તેવા અરજદારશ્રીઓને એપોઇમેન્ટ રી-શીડ્યુલ કરી આપવામાં આવશે. એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.