પટનામાં 15 વર્ષની છોકરીને ગોળી મારી, કારણ છે ચોંકાવનારૂં - At This Time

પટનામાં 15 વર્ષની છોકરીને ગોળી મારી, કારણ છે ચોંકાવનારૂં


- છોકરીના પરિવારજનોએ તેને બાયપાસ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીપટના, તા. 18 ઓગસ્ટ 2022, ગુરૂવારબિહારની રાજધાની પટના ખાતે બુધવારના રોજ સવારે એક 15 વર્ષની વિદ્યાર્થીનીને એક યુવકે ગોળી મારી દીધી હતી. આ વિદ્યાર્થીની બેઉર પોલીસ સ્ટેશન ખાતેના સિતારા વિસ્તારના પોતાના કોચિંગમાંથી અભ્યાસ કરીને ઘરે જઈ રહી હતી ત્યારે પહેલાથી જ રાહ જોઈ રહેલા એક યુવકે તેને પાછળથી ગોળી મારી દીધી હતી. આ ઘટનાની ભયાનક તસવીરો ઘટનાસ્થળે લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બેઉર પોલીસ સ્ટેશન ખાતેના સિતારાના ઈન્દ્રપુરી વિસ્તારની છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.