તહેવારો પર ફરસાણ વૈપારીઓનો એક જ મંત્ર તેલ લેવા જાય તમારી તબિયત - At This Time

તહેવારો પર ફરસાણ વૈપારીઓનો એક જ મંત્ર તેલ લેવા જાય તમારી તબિયત


દાઝીયા તેલ અને પામોલીનના વારંવાર ઉપયોગથી કેન્સર ડાયાબિટીસ અને હૃદય રોગનો સીધો ખતરો આરોગ્ય નિષ્ણાંતોનો મત

અત્યારે તહેવારોની ભરપૂર મોસમ ખીલી ઉઠી છે

તપ અને ઉપવાસનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે જન્માષ્મી પર્વ ઉજવવાની તૈયારીઓ થઈ રહી છે નાના મોટા શહેરો ગામોમાં પણ નાના-મોટા લોક મેળો ભવ્ય રીતે યોજાઇ રહ્યા છે અને મેળાની તૈયારીઓ થઈ ગઈ છે ઉપવાસનો મહિનો હોવાથી અને તહેવારો હોવાથી લોકો ફરસાણ નો ભરપૂર ઉપયોગ કરતા હોય છે ફરાળ માટે ઉપવાસ પૂરા કરવા માટે ફળફળાદી અને ફરાળનો ભરપૂર ઉપયોગ થવાથી મોટાપાયે ખરીદી થતી હોય છે. ફરસાણ માટે લોકોનો અને ખાસ કરીને ઉપવાસ અને તપ કરતાં ભક્તોનો જબરો ઘસારો હોય છે એટલે વેપારીઓ પણ જાતજાતનું ફરસાણ રોજે રોજ વધારે પ્રમાણમાં બનાવવા લાગે છે જેના કારણે ઘણી વખત જન આરોગ્યનો હેતુ ધ્યાનમાં લેવામાં આવતો નથી. ટાટ માલ બનાવવાની કારણે એકના એક તેલનું એકથી વધુ વખત કોઈ કોઈ ફરસાણના ઉત્પાદકોને ત્યાં તો ત્રણ ત્રણ વખત એક જ પ્રકારના તેલનો ઉપયોગ થતો હોય છે. આ પ્રકારના તેલ માંથી બનતી ફરાળી વાનગીઓ અને અન્ય પ્રકારનો ફરસાણ લોકોને ગંભીર બીમારીઓનો શિકાર બનાવી શકે છે એવું આરોગ્ય નિષ્ણાતો કહી રહ્યા છે. તહેવારો પર ગોટાભાગે લગભગ ફરસાણ ઉત્પાદક વેપારીઓ અને મીઠાઈ વાળા પામોલીન તેલનો જ ઉપયોગ કરતા હોય છે એવું જાણકારો કહે છે એક વખત કડાઈમાં જે તેલનો ઉપયોગ થઈ ગયો અને ફરસાણ તૈયાર થઈ ગયા બાદ એ જ તેલનો બે કે ત્રણ વાર ઉપયોગ કરવામાં આવે છે જેને દાઝ્યું તેલ કહેવાય છે આ પ્રકારે વારંવાર ખાદ્ય તેલના ઉપયોગથી અને તેમાંથી બનેલા ફરસાણ થી લોકો ગંભીર માનવીઓનો શિકાર બની શકે કે છે લેબોરેટરીમાં વર્ષો સુધી કામ કરવાનો બહોળો અનુભવ ધરાવતા એક નિષ્ણાત દ્વારા લાલબત્તી ધરવામાં આવી છે કે એક જ પ્રકારના તેલમાં બે ત્રણ વખત ઉપયોગથી અને તેમાંથી બનાવેલા ફરસાણની આરોગવાથી ત્રણ ગંભીર જીવણ બીમારીઓ થઈ શકે છે કેન્સર ડાયાબિટીસ અને હૃદય રોગની બીમારીઓ આવું ફરસાણ ખાનારાને લાગુ થઈ શકે છે. જન આરોગ્યની હિતમાં રાખવાની કોઈ ખેવના રાખવામાં આવતી નથી એવું મોટાભાગે બનતું હોય છે કે ક્યારેક ચેકિંગ કરવામાં આવે તો માલની ગુણવત્તા અત્યંત હલકી અને ઉતરતી કક્ષાની જોવા મળતી હોય છે સ્થાનિક તંત્ર વાહકો દંડ ફટ કરીને જે નોટિસ આપીને સંતોષ મેળવી લેતા હોય છે પરંતુ કાયદેસરના કડક પગલાં લેવામાં ન આવતો હોવાથી ફિર વી રફતાર કરીને મોટાભાગના વેપારીઓ નફાની લાલચમાં પોતાની એ જ સિસ્ટમ ચાલુ રાખે છે એક તરફથી પામોલીન તેલ નો ઉપયોગ અને એમાં પણ વારંવાર એક- પ્રકારના તેલનો ઉપયોગ કરીને જનતાના આરોગ્ય સાથે ગંભીર ખેલવાડ કરવામાં આવી રહ્યો હોય છે. તહેવાર ઉપર ખાસ કરીને આ પ્રકારે બનતા ફરસાણમાં જથ્થાનું તેમાં વપરાતા મરી મસાલા કાર્ય થયેલો વગેરેનું કડક અને નિયમિત ચેકિંગ થતું રહે એ જરૂરી છે આ માટે મહાનગરપાલિકાના ફંડ વિભાગ ઉપરાંત જિલ્લા કલેકટર તંત્ર દ્વારા અને પુરવઠા તંત્ર દ્વારા પણ ત્રણેય વિસ્તરે તપાસ કરતી રહેવી જોઈએ અને આ પ્રકારનો માલ દેખાય તો જે તે વેપારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ નહિતર થોડીક બેદરકારી અને તંત્રની આળસ અનેક લોકોને ગંભીર માંદગીમાં પટકી શકે છે. જાગ્યા ત્યારથી સવાર કરીને સરકારી તંત્રના તમામ વિભાગો અને મનપા લોકોના આરોગ્યને નજરમાં રાખીને ઈમાનદારી થી સઘન ચેકિંગ કરે અને એટલી જ ઈમાનદારી સાથે કડક પગલાં લે એ જન હિતમાં જરૂરી છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.