હરિઘરના મુવાડા ગામે કાચા મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ - At This Time

હરિઘરના મુવાડા ગામે કાચા મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ


મહીસાગર જિલ્લામાં વધુ એક આગ નો બનાવ બન્યો છે જેમાં એક કાચા મકાનમાં આગ લાગી હતી આગ લાગતા વધુ ધુમાડા ગોટા ગોટ નીકળવા લાગ્યા હતા. ઘર માલીક ગર હાજર ન હોવાને કારણે જાનહાની ટળી છે પરંતુ આગ વિકરાળ હોવાથી તમામ ઘરવખરી બળીનેન ખાખ થઈ ગઈ છે સંતરામપુર તાલુકાના હરી ઘરના મુવાડા ગામે આગની ઘટના બની છે ખાટ ફળિયામાં રહેતા અમરત ભાઈ ખાટ પરિવાર સાથે પ્રસંગમાં ગયા હતા તે સમયે અગમ્ય કારણોસર તેમના કાચા નળિયાવાળા મકાનમાં આગ લાગી હતી આગ લાગતા જ ધુમાડાના ગોટા ગોટ નીકળવા લાગ્યા હતા લુણાવાડા નગરપાલિકા ફાયર ફાઈટરને જાણ કરતા તાત્કાલિક લુણાવાડા ફાયર ના જી એન પરમાર તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર સતત પાણીનો મારો લગાવી આગ કાબૂ મેળવ્યો હતો જો કે સદનસી બે આ બનાવવા કોઈ જાનહાની થઈ નથી પરંતુ ઘરમાં રહેલો તમામ ઘરવખરી સહિત કિંમતી સામાન બળીને ખાખ થયો છે


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.