ગીર સોમનાથ: ઉત્તમ શિક્ષણ સાથે કેળવણી આપતી પ્રભાસ પાટણ કન્યાશાળાના ૧૦૪ વર્ષ પૂર્ણ* - At This Time

ગીર સોમનાથ: ઉત્તમ શિક્ષણ સાથે કેળવણી આપતી પ્રભાસ પાટણ કન્યાશાળાના ૧૦૪ વર્ષ પૂર્ણ*


*ગીર સોમનાથ: ઉત્તમ શિક્ષણ સાથે કેળવણી આપતી પ્રભાસ પાટણ કન્યાશાળાના ૧૦૪ વર્ષ પૂર્ણ*
-----------
*PM પોષણ યોજના સાથે જ સ્માર્ટ ક્લાસ, સાયન્સ અને કોમ્પ્યુટર લેબ સહિત ઉત્તમ ભૌતિક સુવિધાથી સજ્જ સરકારી શાળા*
----------
*‘સ્વચ્છતા અભિયાન’, ‘બેટી બચાવો’ સહિત કાર્યક્રમો અને ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીનીઓની સક્રિય ભાગીદારી*
----------
ગીર સોમનાથ, તા.૦૪: પ્રભાસપાટણ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીનીઓને ઉત્તમ શિક્ષણ સાથે કેળવણીના પાઠ પણ ભણાવતી પ્રભાસ પાટણ કન્યાશાળાની સ્થાપનાને ૧૦૪ વર્ષ પૂર્ણ થયા છે. ૦૪.૧૦.૧૯૧૯ના રોજ સ્થાપના પામેલી આ કન્યાશાળામાં પ્રભાસપાટણ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારની કુલ ૬૩૮ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.

તદુપરાંત શાળાના આચાર્યશ્રી રમેશભાઈ પંપાણિયાના માર્ગદર્શનમાં ‘સ્વચ્છતા અભિયાન’, ‘બેટી બચાવો’ સહિત કાર્યક્રમો અને ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ તમામ ૧૯ શિક્ષકો વિદ્યાર્થીનીઓને કેળવણીલક્ષી પ્રવૃત્તિઓ પણ કરાવે છે. જેથી તેમની આંતરપ્રતિભા ખીલી ઉઠે. કુલ ૨૦ વર્ગખંડની સુવિધા ધરાવતી આ સરકારી શાળા સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, IED રિસોર્સ રૂમ, સ્માર્ટ કલાસ, પીવાના શુદ્ધ પાણી, પ્રાર્થના હોલ, PM પોષણ યોજના સાથે ઉત્તમ ભૌતિક સુવિધાથી સજ્જ શાળા બની છે.

વર્ષ ૨૦૦૯માં દુધમાર્કેટ, પ્રભાસપાટણમાં ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડના હસ્તે કન્યાશાળાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ થયેલું ત્યારથી લઈ આજસુધીમાં તત્કાલીન નાણામંત્રી શ્રી વજુભાઇ વાળા, સર્વે મંત્રી શ્રી જશાભાઈ બારડ, શ્રી અરવિંદ રૈયાણી, શ્રી દિનુભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજશીભાઈ જોટવા સહિત શિક્ષણ વિભાગના શીર્ષ અધિકારીશ્રીઓએ પણ આ શાળાની મુલાકાત લઈ અને શિક્ષણ સાથે સહઅભ્યાસીક પ્રવૃત્તિ અને સંસ્કારોનું સિંચન કરતી શાળાની વિવિધલક્ષી પ્રવૃત્તિઓને બીરદાવી ચૂક્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.