ઝમરાળા શ્રી ડી.વી.સુતરિયા કે.વ.શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી - At This Time

ઝમરાળા શ્રી ડી.વી.સુતરિયા કે.વ.શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી


ઝમરાળા શ્રી ડી.વી.સુતરિયા કે.વ.શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી
મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી
*******
માહિતી બ્યુરો બોટાદ:
ઝમરાળા શ્રી ડી.વી.સુતરિયા કે.વ.શાળા ખાતે આજ રોજ શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની શુભ શરૂઆત મહેનામશ્રીઓના સ્વાગત સાથે ધો.૧ માં પ્રવેશ લેતા બાળકોનું ઢોલ નગારા સાથે સ્વાગત અને પુષ્પવર્ષા કરી હતી. મહેમાનશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી,
આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા નિરીક્ષકશ્રી સ્થાનિક ભંડૉળ હિસાબશ્રી જે.જે.ત્રિવેદીએ ધો-૧ માં પ્રવેશ પામનારા ભુલકાઓને પુસ્તકો અને કીટ્સનું વિતરણ કરીને સ્વાગત કર્યુ તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીશ્રી હેતલબેન દવેએ પ્રેરક ઉદ્દ્બોધન કર્યું હતું. આ પ્રસંગે તેજસ્વી તારલાઓનું તથા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમા શાળાના મેદાનમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અંતે આભારવિધિ શાળાના આચાર્યશ્રી કલ્પેશભાઈ દસાડીયાએ કરી હતી.
આ પ્રસંગે સરપંચશ્રી તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.