બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા મહિલાઓ માટે કૌશલ્ય વર્ધનની તાલીમ - At This Time

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા મહિલાઓ માટે કૌશલ્ય વર્ધનની તાલીમ


બેંક ઓફ બરોડા દ્વારા આયોજિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન) દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પગી ના મુવાડા ગામે કૃષિઉધમીની તાલીમ સખી મંડળની ૩૩ બહેનોને આત્મનિર્ભર બનાવા માટે ૬ દિવસીય વિનામૂલ્યે તાલીમ શરૂ કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું.ભવિષ્યમાં મહીસાગર જીલ્લાના ૧૮ થી ૪૫ વર્ષના ભાઈઓ માટે જેમાં CCTV Camera, Photography and videography, Computer Accounting નિશુલ્ક તાલીમ પૂરી પાડવામાં આવશે આ તાલીમ કાર્યક્રમ ટુક સમયમાં શરુ થવાની હોવાથી જે કોઇ ઇચ્છુક ઉમેદવારે લુણાવાડા, ચાર કોસીયા નાકા મોડાસા રોડ પર સંસ્થાનો સમ્પર્ક કરવો. તેમ સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલે જણાવ્યું હતું

ભીખાભાઈ ખાંટ
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.