મહિસાગર : કડાણા તાલુકાના ઘાસવાડા પ્રાથમિક શાળા ખાતે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આગમન. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના ઘાસવાડા પ્રાથમિક શાળા ખાતે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આગમન.


મહિસાગર : કડાણા તાલુકાના ઘાસવાડા પ્રાથમિક શાળા ખાતે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આગમન.

કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ થાય અને તેની જન જાગૃતિ માટે કડાણા તાલુકાના ઘાસવાડા પ્રાથમિક શાળા ખાતે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ અંતર્ગત આજ રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે આયોજિત કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો સાથે ઉપસ્થિત રહીને સૌ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો,દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતભરમાં આર્થિક અને સામાજિક રીતે છેવાડાના વ્યક્તિને સમાજની મુખ્યધારામાં જોડાવા માટેનું આ શ્રેષ્ઠ આયોજન છે.

આ અન્વયે પી.એમ.સ્વનિધિ યોજના, પી.એમ.વિશ્વકર્મા યોજના,આયુષ્યમાન કાર્ડ,ઝુંપડા વીજળીકરણ યોજના,પી.એમ.મુદ્રા લોન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો.

આ પ્રસંગે સાથે તાલુકા પંચાયત ના પ્રમુખ મંગુબેન, તાલુકા વિકાસ અધિકારી હેતલ બેન કટારા, મહામંત્રી શ્રી કે પી ડામોર, પોપટભાઈ, ઝાલુભાઈ, અજયપાલ બાપુ, પર્વત ભાઈ ફોજી, સહીત પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ, સરપંચ શ્રીઓ, વડીલો, અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.