દુકાનનું શટર સાફ કરતી વેળાએ વીજશોક લાગતા યુવતીનું મોત - At This Time

દુકાનનું શટર સાફ કરતી વેળાએ વીજશોક લાગતા યુવતીનું મોત


રાજકોટના માંડા ડુંગર પાસે આવેલા નકલંક પાર્કમાં ગઈકાલે બપોરના સમયે દુકાને નું શટર પાણીથી સાફ કરી રહેલી યુવતીને વીજ કરંટ લાગતા પોતે ઢળી પડી હતી અને તેણીને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા તેણીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.આ અંગે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી છે.
નકલંગ પાર્કમાં રહેતી ક્રિષ્ના દિનેશભાઈ જાદવ નામની 17 વર્ષીય યુવતી ગઈકાલે ચારેક વાગ્યે ઘરની બાજુમાં જ આવેલી પોતાની જનરલ પ્રોવિઝન સ્ટોરની દુકાનનું શટર પાણીથી સાફ કરી રહી હતી ત્યારે અચાનક વીજ કરંટ લાગતા પોતે ઢળી પડી હતી અને પરિવારે ક્રિષ્નાને બેભાન હાલતમાં પડેલી જોઈ તેઓ તુરંત જ તેણીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા.
ત્યાં ફરજ પરના તબીબે ક્રિષ્નાને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી.ક્રિષ્ના ત્રણ બહેન એક ભાઈમાં ત્રીજા નંબરની હતી.પોતે ઘરકામમાં મદદરૂપ થતી હતી.તેઓને ઘર અને દુકાન બાજુ બાજુમાં આવેલી છે.યુવતીના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.