પોલીસ પુત્રે લિવઈનમાં રહેતી વિધવાને મોતને ઘાટ ઉતારી - At This Time

પોલીસ પુત્રે લિવઈનમાં રહેતી વિધવાને મોતને ઘાટ ઉતારી


રૈયા રોડ, RMC આવાસમાં યુગલ વચ્ચે વાસણ ધોવાના મુદ્દે ડખો થયો’તો ઓશીકાથી ડૂમો દઈ હત્યા કરી, એમ્બ્યુલન્સ ચલાવતા પોલીસ પુત્રની ધરપકડ

શહેરના રૈયા રોડ, આરએમસી આવાસમાં રહેતા સંજયભારથી શંકરભારથી ગોસાઇએ મૈત્રીકરારથી સાથે રહેતી ઇલાની ઓશીકાથી ડૂમો દઇને હત્યા કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સંજય ઇલા પર શંકા-કુશંકાઓ કરતો હોય ગઇકાલે વાસણ ધોવા જેવી સામાન્ય બાબતે ચડભડ થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. યુનિવર્સિટી પોલીસે નંદનવન આવાસમાં રહેતી મૃતકની બહેન પૂનમબેન અમિતભાઇ મકવાણાની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી સંજય ગોસાઇને ઝડપી લઇ ધરપકડ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.