સાણંદ ખાતે ગુજરાત વાલ્મિકી સમાજની ચિંતન બેઠક યોજાઈ - At This Time

સાણંદ ખાતે ગુજરાત વાલ્મિકી સમાજની ચિંતન બેઠક યોજાઈ


ગુજરાત પ્રાંત વાલ્મિકી સમન્વય પરિવાર દ્વારા એ.પી.એમ.સી હોલ સાણંદ મુકામે ચિંતન શિબિર યોજાઈ હતીઆ ચિંતન શિબિરનો હેતુ ગુજરાતનો વાલ્મિકી સમાજ રાષ્ટ્ જગરણમાં જોડાય,દારૂ વ્યસનથી દૂર થાય,શિક્ષણમાં પ્રગતિ કરે,કુરિવાજો છોડે એવા ઉમદા ઉદેશથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમન્વય પરિવારના અધ્યક્ષ રસિકભાઈ ખમાર,વડીલ દશરથભાઈ પટેલ,દીપકભાઈ જોશી એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ,ઘનશ્યામભાઈ પટેલ બોપલવાળા,શૈલેષભાઈ સોમૈયા અને સંત શ્રી મહર્ષિ વાલ્મિકી મંદિર સરસપુરના ગાદીપતિ મહંત શ્રી મુકુન્દરાય બ્રહ્મ ઋષિ (બાપુ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ચિંતન બેઠકમાં વાલ્મિકી સમાજના સમગ્ર ગુજરાતમાંથી 15 જેટલા જીલ્લામાંથી આવેલ ભાઈઓ બહેનો તેમજ નવયુવાન મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવોએ વાલ્મીકી સમાજની ચિંતા કરી વાલ્મિકી સમાજને નવી દિશા આપીને રાષ્ટ્ની સેવામાં કેવી રીતે ઉપયોગી થઈ શકે એવા ઉમદા ભાવ સાથે બેઠક યોજાઇ હતી તેમજ અયોધ્યાથી આવેલ કળાશનું પૂજ્ય સંતના હસ્તે કરી પૂજન કરી પુષ્પ વરસાવી શંખનાદ બ્રહ્મનાદ કરી જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.
સાથે આખા ગુજરાતમાં વાલ્મિકી સમાજ પણ 22 જાન્યુઆરીએ ઘરમાં દિવા પ્રગટાવે ફટાકડા ફોડે મીઠાઈ વેચે અને ગરીબના ઘરે જઈ દાન કરી દીવો પ્રગટાવી દિવાળી જેવો માહોલ બનાવે તેવી વાત પણ કરવામાં આવી હતી
આ કાર્યક્રમના મુખ્ય આયોજક ગુજરાત પ્રાંત વાલ્મીકી સમન્વય પરિવાર દિલીપભાઈ ચૌહાણ સાણંદ,વિશાલભાઈ ગોહિલ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ,ઘનશ્યામભાઇ સોલંકી નડિયાદ,મયુરભાઇ પાટડીયાએ ખૂબ જ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
કાર્યક્રમના અંતમાં સૌ લોકોએ સાથે ભોજન કરી છુટા પડ્યા હતા.

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.