જસદણમાં સરદાર ચોકથી પોલીસે નિકુંજ ગોરધન રામાણીની અટક કરી - At This Time

જસદણમાં સરદાર ચોકથી પોલીસે નિકુંજ ગોરધન રામાણીની અટક કરી


જસદણમાં સરદાર ચોકથી પોલીસે નિકુંજ ગોરધન રામાણીની અટક કરી

જસદણ ચીતલીયા રોડ સરદાર ચોક પાસે પહોચતા એક ઇસમ શંકાસ્પદ હાલતમા ઉભેલ જેથી પોલીસ ને શંકા જતા બોલાવી ચેક કરતા ઇસમના પેન્ટના નેફામા એક પ્લાસ્ટીકની કાળા કલરની થેલીમા શીલ વગરની પ્લાસ્ટીકની બોટલમા ઇગ્લીશ દારૂ ભરેલ જેથી ઇસમને આ ઇગ્લીશ દારૂ પોતાના કબ્જામા રાખવા બાબતે કોઇ પાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનુ કહેતા નહી હોવાનુ જણાવેલ ઇસમનું નામઠામ પુછતા પોતે પોતાનુ નામ નિકુંજભાઇ ગોરધનભાઇ રામાણી જાતે પટેલ ઉવ.૨૨ ધંધો પ્રા.નોકરી રહે જસદણ વિવેકાનંદ સ્કુલની બાજુમા શેરી નં-૨ તા જસદણ જી રાજકોટ વાળો હોવાનુ જણાવેલ. ઇસમે પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા પ્લાસ્ટીકની બોટલમા ૫૦૦ એમ.એલ જેટલો ઇંગ્લીશ દારૂ કિ,રૂ-૧૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા ઇસમે પ્રોહી કલમ ૬૫ એ એ મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે અટક કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.