ગઢડામાં શ્રાવણ માસ દરમિયાન હવન-પાઠ કરવામાં આવ્યા - At This Time

ગઢડામાં શ્રાવણ માસ દરમિયાન હવન-પાઠ કરવામાં આવ્યા


ગઢડામાં શ્રાવણ માસ દરમિયાન હવન-પાઠ કરવામાં આવ્યા

ગઢડામાં હરિપર રોડ સ્થિત શ્રી સર્વોપરિ ગૌ શાળામાં પ. પુ. ધ. ધુ. 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ પ. પુ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાત્મક આશિર્વાદથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન 1008 પાર્થેશ્વર શિવલિંગનું હોમાત્મક એવમ્ પાઠાત્મક પૂજન કરવામાં આવ્યુ હતું. જેમાં આખા શ્રાવણ માસ દરમિયાન સમયાંતરે વડતાલથી પુ. લાલજી મહારાજશ્રી તથા ધામ ધામ થી પુ. ધર્મકુળ આશ્રીત સંતો ઉપસ્થીત રહી શિવજીના પૂજનમાં જોડાયા હતા અને આજે પવિત્ર શનિ અમાસના દિવસે શનિદેવ અને શિવજીના એકાત્મ ભાવથી વિશેષ પૂજન । અર્ચન કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે હાલ ગૌ માતાઓ લમ્પી નામના રોગના કહેરનો ભોગ બની રહી છે, ત્યારે આ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સર્વોપરિ ગૌ શાળા અને ગુજરાત રાજ્ય ગૌ રક્ષક કમાંડો પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશનના પ્રદેશ પ્રભારી એવા પાર્ષદ સંજયભગતદ્વારા જે પૂજન, અભિષેક કરવામાં આવ્ય. તેનં ફળ લમ્પી રોગથી પીડાતા ગૌ વંશને આપવામા આવ્યુ હતું તેમજ આજના દિવસે ભગવાન શિવજીને ગૌ રક્ષા માટે વિશેષ પ્રાર્થના સહિત પૂજન કરવામાં આવ્યુ હતું. જેમા ગઢડા મંદિરના ટ્રસ્ટીશ્રી પુજારી બ્રહ્મચારી સ્વામી ચંદ્રસ્વરુપાનંદજી, પુ. એસ. પી. સ્વામી, પુ. શા. સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી તથા ગઢડા મંદિરના ચેરમેન પાર્ષદ રમેશભગત સહિત સંતો પાર્ષદો ઉપસ્થીત રહી પૂજન, અભિષેકમાં જોડાયા હતા

Report, Nikunj Chauhan Botad 7575863232.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.