*શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રા નં 25 માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી.* - At This Time

*શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રા નં 25 માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી.*


*શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રા નં 25 માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી.*

આજ રોજ શાળામાં ધોરણ 1 ના બાળકોનો પ્રવેશોત્સવ ઉજવવા આવ્યો હતો તેમાં કુલ 90 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. હતો.શાળામાં પ્રવેશતા મહેમાનોનું ઢોલ નગારાં અને કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.બાળકો દ્વારા પ્રાર્થના અને વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમજ પુસ્તક આપીને પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં શ્રી નીતિન વી. સાંગવાન ડાયરેક્ટર ઓફ ફિશરીઝ ગાંધીનગર, ન.પા. પ્રમુખ અલ્પાબેન સાબવા,બોટાદ ભાજપ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, શાસનાધિકારી ડી. બી.રોય,શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન દિલીપભાઈ જોશી,તેમજ અન્ય સદસ્ય,કારોબારી સમિતી ના ચેરમેન ભરતભાઈ ગોહિલ, જિલ્લા શિક્ષણ સેલ સંયોજક મયુરધ્વજસિંહ ભાટી,બિલ્ડર હિરેનભાઈ પટેલ, રવજીભાઈ વાટુકિયા,સંઘ પ્રમુખ રણજીતભાઇ ગોવાળિયા,CRC મહેશભાઈ ચાવડા, ધર્મેશભાઈ ખાચર SMC ના અધ્યક્ષ દશરથભાઈ રોજસરા તેમજ અન્ય સભ્યો જોડાયા હતા. સરકાર શ્રી ના કાર્યક્રમ અનુસાર પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય હરેશભાઇ ભોજક અને સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.