મેંદરડા સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઠંડા પાણીનું કુલર દાતાઓ દ્વારા અર્પણ કરવામાં આવેલ
મેંદરડા સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઠંડા પાણીનું કુલર દાતાઓ દ્વારા અર્પણ કરવામાં આવેલ
દાતાશ્રીઓ અને હોસ્પિટલ સ્ટાફથી ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું
મેંદરડા ખાતે આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વર્ગસ્થ રતિભાઈ ગોકળભાઈ નાઢાં અને ગંગા સ્વ જયાબેન રતિલાલ નાઢાં ના સ્મરણાર્થે તેમના પરિવારજનો ગુણવંતીબેન અનિલભાઈ લોઢીયા નવસારી તેમજ રીટાબેન મનસુખભાઈ લોઢીયા પોરબંદર દ્વારા
સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડા ખાતે તેમની સ્મૃતિમાં વોટર ફિલ્ટર ઠંડા પાણીનું કુલર દર્દીઓ ને શુદ્ધ ફિલ્ટર પાણી તેમજ ઠંડુ પાણી મળી રહે તેવા ઉમદા સદવિચારોથી તેમના પરિવારજનોએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષક ડો પૂજાબેન પ્રિયદર્શની ના માર્ગદર્શન હેઠળ તેમજ દીપકભાઈ બલદાણીયા ના પ્રયત્નો દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ વિજયભાઈ મારુ, સામાજિક આગેવાન ચનાભાઈ વાઘમશી હોસ્પિટલ સ્ટાફ વગેરે ની ઉપસ્થિતિ માં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વોટર ફિલ્ટર ઠંડા પાણીનું કુલર નું લોકાર્પણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ ઠંડા પાણી નુ કુલર હોસ્પિટલમાં મૂકવાથી સાર્વજનિક આરોગ્ય કેન્દ્રમાં આવતા અનેક દર્દીઓ અને તેમની સાથે આવતા લોકોને આવનારા ઉનાળા ની ગરમી દરમ્યાન ખૂબ જ ઉપયોગી થશે
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે
