જૂનાગઢની વિશ્વવિખ્યાત ગિરનાર લીલી પરિક્રમામાં વેરાવળ એસ.ટી. ડેપોએ એક્સ્ટ્રા બસોના સંચાલન દ્વારા સૌથી વધુ આવક મેળવી - At This Time

જૂનાગઢની વિશ્વવિખ્યાત ગિરનાર લીલી પરિક્રમામાં વેરાવળ એસ.ટી. ડેપોએ એક્સ્ટ્રા બસોના સંચાલન દ્વારા સૌથી વધુ આવક મેળવી


ગીર સોમનાથ તા.૧૭, જૂનાગઢની વિશ્વવિખ્યાત ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે દેશ દેશાવરમાંથી લોકો જૂનાગઢમાં પધારતા હોય છે.
આ પ્રવાસીઓની સુવિધા માટે રાજ્યના એસટી તંત્ર દ્વારા વિશેષ બસની વ્યવસ્થા કરવામાં આવે છે.

આ લીલી પરિક્રમા દરમિયાન જૂનાગઢ એસ.ટી. ડિવિઝન હેઠળ આવતા ૯ ડેપોની એસ.ટી. બસ દોડાવવામાં આવી હતી.

જેમાં આ વર્ષે પરિક્રમામાં એકસ્ટ્રા બસ સંચાલનમાં વેરાવળ એસ.ટી.ડેપો દ્વારા સૌથી વધુ આવક મેળવવામાં આવી હતી.

ગિરનાર લીલી પરિક્રમા-૨૦૨૪ના એકસ્ટ્રા બસ સંચાલનમાં વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા રૂા.૨૬,૦૪,૭૧૩ ની આવક મળેવી ગત વર્ષ ૨૦૨૩ના પરિક્રમાના મેળાની આવકની સરખામણી કરતા ૩૨.૭૬ ટકાનો વધારો થયો હતો.

જૂનાગઢ એસ.ટી. ડિવિઝનના ૯ ડેપોમાં વેરાવળ ડેપોએ સૌથી વધુ આવક મેળવી પ્રથમ સ્થાન મેળવતા વિભાગીય નિયામક એસ.ટી.જૂનાગઢ દ્વારા વેરાવળ એસ.ટી.ડેપોના મેનેજર શ્રી દિલીપ શામળાને પ્રસંશાપત્ર આપી તેમને સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.