ધંધુકા અને ધોલેરા સહિત સમગ્ર જીલ્લામાં આધારકાર્ડ સંપૂર્ણ આધાર સાથે નિકળતા નથી - At This Time

ધંધુકા અને ધોલેરા સહિત સમગ્ર જીલ્લામાં આધારકાર્ડ સંપૂર્ણ આધાર સાથે નિકળતા નથી


અમદાવાદ જીલ્લા ના ધંધુકા અને ધોલેરા સહિત સમગ્ર જીલ્લામાં આધારકાર્ડ સંપૂર્ણ આધાર સાથે નિકળતા નથી.

ડગલે ને પગલે સરકારી કચેરીઓ અને બેન્કો આધારકાર્ડ માંગે છે, નવા નિકળતા નથી અને સુધારા થતા નથી.

મતદારો ધરમધક્કા ખાય છે, સમાજ સેવકોને કાંઈ પડી નથી.

ધંધુકા તેમજ ધોલેરા તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જીલ્લામાં આધારકાર્ડમાં સંપુર્ણ નામ આવતા નથી.જેના કારણે કાર્ડ નીકળે તો પણ કોઈ હેતુ સરતો નથી. નાના બાળકોના આધારકાર્ડ કે અન્ય વ્યક્તિનું નામ હોય જન્મના દાખલામાં નામ હોય તેટલું જ પોસ્ટીંગ કરવાનું કહ્યામાં આવ્યુ છે. જેના કારણે આધારકાર્ડ માટે કેન્દ્રો ઉપર અવારનવાર, ધરમધક્કા ખાવા પડે છે.

આધારકોર્ડમાં આખુ નામ, જન્મ તારીખ અને સરનામું એમ દત્તમામ માહિતી થવી જોઈએ તેમ થતુ નથી, આધાર કાર્ડ નહી હોવાના કારણે નાગરીકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. સરકારની તમામ યોજના માટે આધારકાર્ડ માંગવામાં આવે છે અને ડગલેને પગલે તેની જરૂર પડે છે. ત્યારે ઉચ્ચ કક્ષાએથી જ આધાર કાર્ડ માટેના જડ નિયમોથી નાગરીકો હવે તો પાકી ગયા છે. સવાર પડે ને આધાર લેવા દોડવાનું. પ્રેજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નાગરીકોની હાલમારી દૂર કરવા કયારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે. નાગરીકો આધારકાર્ડ કઢાવવા માટે હેરાનગતિ ભોગવી રહ્યા છે યુનિક આઈડેન્ટિફિકેશન

આરોગ્ય કમિશનર અને જન્મ, મરણ નોંધણી નિયામકને પત્ર પાઠવીને ગુજરાત સરકારમાં જન્મના પ્રમાણપત્રમાં વર્ષોથી ચાલતાઆવતા ફોર્મેટમાં કેટલાક બદલાવ કરવા કાજુ છે. વાસ્તવમાં ૧૬ જન્યુઆરીએ આધારકાર્ડના રજીસ્ટેશન કરાવવા માટે બર્થ સટી (જન્મના પ્રમાણપત્ર) માં નામના કોલમમાં જે નામ લખ્યું હોય તેને જ નામ તરીકે નોંધવા સૂચના આપ્યા બાદ ગુજરાતમાં અધિકાંશ આધાર કેન્દ્રોમાં બાળકોના આધાર પર રજીસ્ટ્રેશન લઈને મોટા પાયે ડખા થઈ રહ્યા છે. યુઆઈડીએઆઈની નવી ગાઈડ લાઈન મુજબ સરકારે ઈસ્યુ કરેલા બર્થ હોય તેટલા નામથી જ આધારકાર્ડ બનાવવા કહેવાયુ છે. ગુજરાત સરકાર દ્વારા નિયત થયેલી અને વર્ષોથી ચાલી આવતા જન્મના પ્રમાણપત્રના ફોર્મેટના પ્રથમ કોલમમાં બાળકના નામની સામે માત્ર નામ જ હોય છે. એટલે કે, પિતા કે માતા અને અટકનો સમાવેશ કરવામાં આવતો નથી. બર્થ સટી.માં અટક સાથે માતા કે પિતાનું નામ બાળકના નામ પછીના નીચે ઉતરતા ક્રમના કોલમમાં હોય છે. જયારે કોઈ માતા- પિતા કે વાલી બાળકના આપાર માટે કેન્દ્ર : ઉપર જાય છે ત્યારે ૧૯ જાન્યુઆરી ૨૦૨૪ની નવી ગાઈડલાઈન મુજબ અટક અને માતા કે પિતાના નામ વગર ઓનલાઈન અરજી થાય છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.