"બાલક પાલક સર્જન કાર્યક્રમ" - At This Time

“બાલક પાલક સર્જન કાર્યક્રમ”


કમળાપુર ગામ ખાતે આંગણવાડીમાં આવતા ત્રણ વર્ષથી છ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પ્રવૃત્તિથી માતા-પિતા વાલી અને સમુદાયને માહિતગાર માટેનું કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.જેમાં બાળક અને બાળકના વાલી સાથે પ્રવૃત્તિ કરાવી દાખલા તરીકે છાપકામ, ચિટક કામ, મુક્ત પ્રવૃત્તિ , મણકા પુરવણી, ખાલી બોટલમાં પાણી ભરાવું વગેરે પ્રવૃત્તિ કરાવેલ,ત્રણથી છ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૂર્વ પોષણની ચર્ચા કરી આંગણવાડીમાં આવતા ત્રણ થી છ વર્ષના બાળકોને દરરોજ થીમ મુજબ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે દરરોજ મેનુ મુજબ નાસ્તો આપવામાં આવે છે આંગણવાડીમાં ઉજવાતા દિવસો જેમાં કે પ્રથમ મંગળવાર સુપોષણ દિવસ બીજો મંગળવાર બાળ દિવસ ત્રીજો મંગળવાર અનુપ્રાસન દિવસ ચોથો મંગળવાર પૂર્ણા દિવસ વગેરે દિવસોની માહિતી આપી, આંગણવાડીમાં આવતી યોજના વિશે માહિતી આપે જેમકે એમ એમ વાય ની યોજના જેમાં એક કિલો તેલ 2 kg ચણા એક કિલો તુવેર દાળ એ પ્રથમ સગર્ભાબેનને આપવામાં આવે છે અને ટી એચ આર ના પેકેટ સાત માસથી ત્રણ વર્ષના બાળકને આપવામાં, પૂર્ણ શક્તિ ના પેકેટ 15 થી 18 વર્ષની કિશોરીને આપવામાં આવે છે વગેરે ચર્ચા કરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.