*પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧,બોટાદ માં વિશ્વ સિંહ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી* - At This Time

*પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧,બોટાદ માં વિશ્વ સિંહ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી*


*પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧,બોટાદ માં વિશ્વ સિંહ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી*

આજે તારીખ 10 ઓગસ્ટ 2022 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧,બોટાદ રોડ બોટાદમાં વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને સિંહ દિવસની અગત્યતા સમજાવવામાં આવી. સિંહ વિશેની માહિતી આપવામાં આવી .ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓને સિંહના મ્હોરા પહેરાવી ને રેલી સ્વરૂપે વન્ય પ્રાણીઓનો રક્ષણ તેમજ સિંહ બચાવો ના નારા સાથે વિશાળ રેલીનુ આયોજન કરવામાં આવ્યું. સાથે દેશભક્તિ ના અને હર ઘર તિરંગા ના નારાઓના નાદ સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ એશિયાઈ સિંહોના સંરક્ષણ માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા માં ત્યાર બાદ બાળકોએ ગીર વિશેની તેમજ સિંહ વિશેની પોતાની વાતો અને અનુભવો રજૂ કર્યા. આચાર્ય શ્રી દિલીપભાઈ ભલગામિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું . કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી તેમજ બાળ સંસદના દરેક મંત્રીઓ એ સફળતાપૂર્વક કાર્યક્રમ કર્યો. શાળા પરિવાર દ્વારા સમગ્ર બાળ સંસદ ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.