વડોદરાઃકલાલીના રહેણાંક મકાન પાસે થી રાતે 12 ફૂટના મગરનું રેસ્ક્યુ , એક ફુટ પૂંછડી કપાઇ હતી. - At This Time

વડોદરાઃકલાલીના રહેણાંક મકાન પાસે થી રાતે 12 ફૂટના મગરનું રેસ્ક્યુ , એક ફુટ પૂંછડી કપાઇ હતી.


વડોદરામાં રહેણાંક વિસ્તારોમાં વારંવાર મગરો આવી જતા હોવાના બનાવો બનતા હોવાથી નદી કિનારાની આસપાસ રહેતા લોકોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળતો હોય છે . વડોદરા શહેર વડોદરાના કલાલી વિસ્તારમાં ગઇ રાતે આવી જ રીતે એક મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવી ગયો હતો . જે મકાન પાસે મગર આવ્યો તેમાં બાળકો સાથે દંપતી રહેતું હોઇ તેઓ ગભરાઇ ગયા હતા . છ પરિવારે નજીકમાં રહેતા મનિષભાઇને જાણ કરતાં તેઓ કાર્યકરો સાથે આવી ગયા હતા અને ૧૨ ફુટના મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો . પકડાયેલા મગરની પૂંછડીનો એક ફુટ જેટલો ભાગ કપાયેલો હતો . જેથી મગરો વચ્ચે ફાઇટને કારણે તેની પૂંછડી કપાઇ હોવાની આશંકા સેવાઇ રહી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.