બાલાસિનોર કોલેજની બહેનોએ સાત મેડલ પ્રાપ્ત કરી બાલાસિનોર નું નામ રોશન કર્યું..l - At This Time

બાલાસિનોર કોલેજની બહેનોએ સાત મેડલ પ્રાપ્ત કરી બાલાસિનોર નું નામ રોશન કર્યું..l


બાલાસિનોર વિદ્યામંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માં તમામ ક્ષેત્રો માં મહત્વનું યોગદાન આપીને અગ્રેસર રહે છે તેમાં કોલેજની બહેનોએ રમતગમત ક્ષેત્રમાં મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી છે.તેમાં તા 30/08/2022 ના રોજ દેવગઢબારિયા મુકામે યોજાયેલ શ્રી ગોવિંદ ગુર યુનિવર્સિટી ઇન્ટર કોલેજ પાવર લિફ્ટિંગ બહેનોની સ્પર્ધામાં કોલેજની વિદ્યાર્થીનીઓ ચાર ગોલ્ડ મેડલ,બે સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી કોલેજનું નામ રોશન કર્યું છે.ત્યારે બાલાસિનોર વિદ્યામંડળ અને પ્રિ.ડી.પી.માછીએ પ્રો.એસ.એમ.ખોખર અને ભાગ લેનાર તમામ બહેનોને અભિનંદન પાઠવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.