બાલાસિનોર કોલેજને કુસ્તી માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. - At This Time

બાલાસિનોર કોલેજને કુસ્તી માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.


બાલાસિનોર વિદ્યામંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રમત ગમત ક્ષેત્રે સતત ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતું રહ્યું છે પ્રિ.ડી.પી.માછીના જણાવ્યા અનુસાર ૨૬/૦૮/૨૦૨૨ના રોજ દેવગઢબારિયા મુકામે યોજાયેલ શ્રી ગોવિંદ ગુર યુનિવર્સિટી ઇન્ટર કોલેજ કુસ્તી ભાઇઓની સ્પર્ધામાં બાલાસિનોર કોલેજ મહેરા જયદીપ પ્રદીપભાઇએ ગોલ્ડ મેડલ મેળવી કોલેજનું નામ રોશન કર્યું છે.ત્યારે બાલાસિનોર વિદ્યામંડળ અને પ્રિ.ડી.પી.માછીએ પ્રો.એસ.એમ.ખોખર અને જયદીપને અભિનંદન પાઠવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.