રાજકોટની સદર બજારમાં આવેલી દુકાનોમાં ફાયર સેફટીને લઈને તપાસ, સબ સલામત હોવાનો અધિકારીઓનો દાવો - At This Time

રાજકોટની સદર બજારમાં આવેલી દુકાનોમાં ફાયર સેફટીને લઈને તપાસ, સબ સલામત હોવાનો અધિકારીઓનો દાવો


દિવાળી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટમાં જ્યાં સૌથી વધુ ફટાકડાની દુકાનો આવેલી છે તે સદર બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયર સેફ્ટી માટે રેતી-પાણી સહિતની વસ્તુઓ અંગેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તેમજ આવા તમામ પાસાઓ પર ખરા ઉતરનાર દુકાનદારોનાં લાયસન્સ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, ફાયરનાં ચેકિંગ દરમિયાન હજુસુધી કોઈપણ સ્થળે ગેરરીતિ જોવા નહીં મળી હોવાનું ફાયર વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.