ભિંગરાડ ખાતે તમાકુ નિષેધ અંગે ચિત્ર સ્પર્ધા નું આયોજન - At This Time

ભિંગરાડ ખાતે તમાકુ નિષેધ અંગે ચિત્ર સ્પર્ધા નું આયોજન


ભિંગરાડ ખાતે તમાકુ નિષેધ અંગે ચિત્ર સ્પર્ધા નું આયોજન

દામનગર ભિંગરાડ ખાતે તમાકુ નિષેધ અંગે ચિત્ર સ્પર્ધા નું આયોજન
આયુષ્માન ભારત અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત લાઠી તાલુકા ના ભિંગરાડ ની પ્રાથમિક શાળામાં તમાકુ નિષેધ વિષય પર ચિત્ર સ્પર્ધા નું આયોજન થયેલ છે. જેમા તમાકુ ની સ્વાસ્થ્ય પર થતી ઘાતક અસરો અને તમાકુ નિષેધ ના આર્થિક અને સામાજિક ફાયદાઓ વિશે વિસ્તૃત છણાવટ કરી ૫૫ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ટ્રાવેલિંગ બેગ ઈનામ રૂપે અપાઇ હતી તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ ને પેન, કલર સેટ, ડ્રોઈંગ કીટ પ્રોત્સાહક ઇનામ તરીકે અપાયેલ હતી. લાઠી ના ડો. આર આર મકવાણા અને ડો. સાગર પરવડીયા ના માર્ગદર્શન હેઠળ ડો. હરિવદન પરમાર, વિશાલ વસાવડા, ખ્યાતિ શુક્લા, નેહલ મકવાણા, વનિતા સોલંકી, રેખાબેન, શાળા ના આચાર્ય જીતુભાઈ બુહા અને શિક્ષકો ના સહયોગ થી આ કાર્યક્રમ ને સફળ બનાવેલ છે. તમામ વિદ્યાર્થીઓ ને તમાકુ નિષેધ અંગે આરોગ્ય શિક્ષણ અપાયું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.