બાલાસિનોર તાલુકાનો યુવા મહોત્સવ જેઠોલી મુકામે યોજવામાં આવ્યો - At This Time

બાલાસિનોર તાલુકાનો યુવા મહોત્સવ જેઠોલી મુકામે યોજવામાં આવ્યો


બાલાસિનોર તાલુકાનો વર્ષ ૨૦૨૨-૨૩નો યુવા મહોત્સવ જેઠોલી મુકામે યોજવામાં આવ્યો હતો. જેમાં બાલાસિનોર કેળવણી મંડળ સંચાલિત શ્રી ઓચ્છવલાલ શેઠ હાઈસ્કૂલ ના વિધાર્થીઓએ જુદીજુદી સાત સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સમગ્ર તાલુકામાં ભજન સ્પર્ધામાં સોલંકી ઉર્મિલાબેન, લોકવાર્તામાં સોલંકી શિવાંગી તથા એક પાત્રીય અભિનયમાં ભોઈ પીનલ બી પ્રથમ સ્થાને પ્રાપ્ત કર્યું હતુ. સમૂહ ગીતમાં હિગું નેન્સી નું ગ્રુપ, હળવું કંઠ સંગીતમાં હિન્ગુ નેન્સી તથા નિબંધ સ્પર્ધામાં પંચાલ તન્મય કે દ્વિતીય સ્થાન મેળવ્યું છે. યુવા મહોત્સવમાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓને શાળાના શિક્ષક બી.બી.ભરવાડ અને કુમારી ગાયત્રીબેન આર બંનેએ માર્ગદર્શન આપી શાળાનું તેમજ બાલાસિનોર કેળવણી મંડળનું ગૌરવ વધાર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.