વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર વેરાવળ-રાજકોટ- વેરાવળ લોકલ ટ્રેનમાં એસી કોચની સુવિધા - At This Time

વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર વેરાવળ-રાજકોટ- વેરાવળ લોકલ ટ્રેનમાં એસી કોચની સુવિધા


પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે પુનઃવિકાસ કરવામાં આવશે. આ કારણોસર ભાવનગર ડિવિઝનમાંથી દોડતી બે જોડી ટ્રેનોના ટર્મિનલ અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર ખસેડવામાં આવ્યા છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો અને સંશોધિત સમય નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસનું ટર્મિનલ બદલીને ગાંધીનગર કેપિટલ કરવામાં આવ્યું છે અને આ ટ્રેન 02 એપ્રિલ, 2024થી ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 21.55 કલાકે ઉપડશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 22.18/22.20 કલાકનો રહેશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 એપ્રિલ, 2024 થી ગાંધીનગર કેપિટલ ખાતે ટર્મિનેટ થશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશને 05.55 કલાકે પહોંચશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ હશે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 05.10/05.12 કલાકનો રહેશે.
3. ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસનું ટર્મિનલ 16મી માર્ચ, 2024થી બદલીને ગાંધીનગર કેપિટલ કરવામાં આવશે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 10.35 કલાકે ઉપડશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ હશે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 11.00/11.02 કલાકનો રહેશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર રોકાશે નહીં.
એ જ રીતે ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 15મી માર્ચ, 2024થી ગાંધીનગર કેપિટલ ખાતે ટર્મિનેટ થશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશને 16.00 કલાકે પહોંચશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ હશે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 15.10/15.12 કલાકનો રહેશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર રોકાશે નહીં.
ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવળ લોકલ પેસેન્જર ટ્રેનમાં 14.03.2024થી અને ટ્રેન નંબર 09522 વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેનમાં 15.03.2024થી એક એસી ચેરકાર કોચની સુવિધા આપવામાં આવશે. તેવી યાદી માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ દ્વારા જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.