પત્ની માવતરેથી પરત ન આવતાં યુવકે ઝેરી દવા ગટગટાવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nrgitvobcvqxkzks/" left="-10"]

પત્ની માવતરેથી પરત ન આવતાં યુવકે ઝેરી દવા ગટગટાવી


ગ્રીનલેન્ડ ચોકડી પાસે પૂનમ હોલ પાછળ ગણેશપાર્કમાં રહેતાં રવિગીરી હર્ષદગીરી ગૌસ્વામી (ઉ.વ.25) નામના યુવકે આજે સવારે પોતના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી. ડિવિઝન પોલીસને જાણ કરી હતી. બનાવ અંગેની વધુ વિગત મુજબ, રવીગીરી સંતકબીર રોડ પરના મંદિરમાં પૂજારી છે.
અને તેમના લગ્ન બે વર્ષ પહેલાં રૈયા ચોકડી પાસે રેહતી પ્રિયંકા સાથે થયાં હતાં. જેમને આંચકીની તકલીફ હોય જે યુવતીના માવતરે છુપાવી હતી. જે મામલે ઝઘડો થતાં પંદર દિવસ પહેલાં તેની પત્ની માવતર ચાલી ગઈ હતી. જે બાદ તે પરત ફરતી પણ ન હતી અને છુટાછેડા પણ આપતી ન હોય જેથી કંટાળીને યુવકે પગલું ભર્યું હતું. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]