આણંદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ નો સમાપન કાર્યક્રમ યોજયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nqispnlj9jdpprph/" left="-10"]

આણંદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ નો સમાપન કાર્યક્રમ યોજયો.


આણંદ,
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ
ચૌધરી અને જિલ્લા પોલીસ
અધિક્ષકશ્રી અતુલકુમાર
બંસલની વિશેષ ઉપસ્થિતિમાં
“સડક સુરક્ષા જીવન રક્ષા” સૂત્ર અંતર્ગત યોજાયેલ માર્ગ
સલામતી માસ – ૨૦૨૪ નો
સમાપન કાર્યક્રમ સહાયક
પ્રાદેશિક વાહન વ્યવહાર
કચેરી અને જિલ્લા ટ્ર્રાફિક
પોલીસના સંયુક્ત ઉપક્રમે ડી.એન.હાઈસ્કુલ, આણંદ
યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા
કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ
વિવિધ માર્ગ સલામતીની
બાબતોનું ધ્યાન રાખીને જ
આપણે માર્ગ અકસ્માતોને
ઘટાડી શકીએ છીએ તેમ
જણાવ્યું હતું. નાગરિકો દ્વારા
પોતાની જવાબદારી સમજીને
ટ્રાફિકના નિયમોનું પાલન
માર્ગ સલામતી માટેઅનિવાર્ય
છે તેમ જણાવી તંત્ર દ્વારા
જિલ્લામાં માર્ગ સલામતી અંગે
કરવામાં આવેલા નિર્ણયો અને
કામગીરી વિશેજણાવ્યું હતું.
વધુમાં કલેકટરશ્રીએ ૧૮ વર્ષથી
ઓછી વયના નાગરિકોને
વાહન નહી ચલાવવા તેમજ
૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના
કોઇપણ વ્યક્તિએ લાયસન્સ
વિના વાહન ન હંકારવા,
હેડફોન કે ઈયરબડ પહેરીને
વાહન ન ચલાવવા સહિત
હેલ્મેટ પહેરી અને સીટબેલ્ટ
બાંધીનેમાર્ગની ડાબી બાજુએ
જ વાહન હંકારવા સહિતની
બાબતો ઉપર ધ્યાન રાખવા વિદ્યાર્થીઓનેજણાવ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી
અતુલકુમાર બંસલએ જણાવ્યું
હતુ કે અકસ્માતોના ભોગ
બનનાર વ્યક્તિઓમાં મહત્તમ
સંખ્યા ૧૮ થી ૩૫ ની
વયજૂથમાં આવતા લોકોની છે.
મોટાભાગના અકસ્માત હેલ્મેટ
કેસીટબેલ્ટના ઉપયોગ વિના
વાહન હંકારવાથી થાય છેતેમ
જણાવી તેમણે વાહન ચલાવતી
વખતેફોનનો ઉપયોગ કરવાથી
અકસ્માતનો અવકાશ વધી
જાય છેતેમ જણાવ્યું હતું. તેથી
ચાલુ વાહને ફોનનો ઉપયોગ
ટાળીએ અનેઅન્યનેપણ ચાલુ
વાહને ફોનનો ઉપયોગ કરતા
રોકીએ તેમજ વાહન ચલાવતી
વખતે હેલ્મેટ અને સીટ-
બેલ્ટનો ઉપયોગ કરીએ તો
આપણે અકસ્માતોની વધતી
સંખ્યા પર અંકુશ લાવી શકીએ
છીએ તેમ તેમણેજણાવ્યુ હતું.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]