સુત્રાપડા મુકામે યોજાયેલ કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિટીની મિટિંગ
સુત્રાપડા મુકામે યોજાયેલ કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિટીની મિટિંગ
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કારડીયા રાજપૂત સમાજ સુત્રાપાડા દ્વારા ૧૩ માં સમૂહ લગ્નનું આયોજન કરવામા આવેલ છે જે અંતર્ગત કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ સુત્રાપાડા દ્વારા સમૂહ લગ્નના આયોજન બાબતે એક મીટીંગનું આયોજન અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજ ના પ્રમુખ અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ
કારડિયા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે કુરિવાજો અને ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે સમૂહ લગ્નનું આયોજન કરવામા આવે છે જે પરંપરા આ વર્ષે પણ જાળવી રાખેલ હોય તા ૦૨/૦૨/૨૦૨૫ ને વસંત પંચમી ના રોજ સમૂહ લગન યોજાવાના હોય આ સંદર્ભે યોજાયેલ મિટિંગ માં વ્યવસ્થા માટે અલગ અલગ સમીતિઓનિ રચના કહેવામાં આવેલ જેમાં પાર્કિંગ સમિતિ, મંડપ સમિતિ, ભોજન સમિતિ, કંકોત્રી વિતરણ સમિતિ, પાણી સમિતિ, કરિયાવર સમિતિ વગેરે સમિતિઓનિ રચના કારવામા આવેલ.
કારડિયા રાજપૂત સમાજ સુત્રાપડા દ્વારા દર વર્ષે કરતા સમૂહ લગ્નમાં આ દિવસે સુત્રાપાડા શહેરના કારડિયા રાજપૂત સમાજના તમામ લોકો પોતપોતાના કામ ધંધા એક દિવસ બંધ રાખી અને સમૂહ લગ્નના આયોજનમાં જોડાય છે અને સમૂહ ભોજન લ્યે છે.
કારડીયા રાજપૂત સમાજના કોઈપણ યુવક-યુવતીઑ જેઓ આ સમૂહ લગ્નમાં જોડાવાની ઇચ્છા ધરાવતા હોય તેઓએ પોતાની નોંધણી તાત્કાલિક કારડીયા રાજપૂત સમાજના સમુહ લગ્ન સમિતિ સુત્રાપાડા ખાતે મોબાઈલ નંબર ૯૯૦૪૨૧૪૭૫૮, ૯૯૨૪૭૭૯૫૨૩, ૯૯૦૪૦૯૩૧૫૫, ૯૮૨૪૬૬૮૫૧૯ ઉપર નોંધ કરાવી શકશે. લગ્ન નોંધણીની તારીખ- ૧૪/૧૧/૨૦૨૪ થી તારીખ- 05/01/2025 સુધી સવારે ૯:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધી કરવાની રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.