શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાના શિક્ષિકો દ્વારા બાળકોને માતૃભાષા દિવસ વિશેની જાણકારી આપવામાં આવી અને માતૃભાષા નું મહત્વ સમજાવવામાં આવ્યું. ગુજરાતના પ્રખ્યાત કવિઓ, લેખકો અને વિવેચકો ની માહિતી બાળકોને આપવામાં આવી અને ભાષામાં જોડણી, નિયમો અને ઉચ્ચારો વિશેની સમજ આપવામાં આવી. બાળકોએ સુંદર વક્તવ્ય તથા કવિતાઓ રજૂ કર્યા હતા. શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીએ શિક્ષકો અને બાળકોએ સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
