શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીથી જનજીવન ખોરવાયું - At This Time

શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીથી જનજીવન ખોરવાયું


સમગ્ર ગુજરાતમાં કડકડતી ઠંડી પડ રહી છે જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે લુણાવાડા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં તાપમાનનો પારો નીચે પહોંચી જતા પડેલી ઠંડીને કારણે જનજીવન ખોરવાયું હતું. છેલ્લા બે-ત્રણ દિવસથી પડેલી ઠંડીના કારણે જનજીવન પર અસર પડી રહી છે. તાપમાનનો પારો નીચે ગગડી જતા લોકોએ વહેલી સવારે આકરી ઠંડીનો અનુભવ કર્યો હતો. જીલ્લામાં પડી રહેલી આકરી ઠંડીને કારણે સવારે તથા સાંજે લોકોની અવર જવર નહીવત જોવા મળી હતી. શહેરમાં પડી રહેલી ઠંડીથી બચવા લોકો ગરમ કપડાની ખરીદી કરી રહ્યા છે. ઠંડીથીને કારણે તાવ, શરદી, ઉધરસના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.