આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગરમાં “ કારગિલ વિજય દિવસ” ઉજવણી - At This Time

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગરમાં “ કારગિલ વિજય દિવસ” ઉજવણી


આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગરમાં “ કારગિલ વિજય દિવસ” ઉજવણી

તારીખ 26/07/2023ના રોજ “કારગિલ વિજય દિવસ” નિમિત્તે વિ.એન.એસ.બી.લિ. આર્ટ્સ એંડ કોમર્સ કોલેજ વડનગર ખાતે ઇતિહાસ વિભાગ દ્વારા “કારગિલ વિજય દિવસ” ઉજવવામાં આવ્યો. વિદ્યાર્થીઓને 1999 માં ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલનું યુદ્ધ થયું અને ભારતની જીત થઈ તેમજ ભારતના 527 સૈનિકોએ શહીદી વહોરી એના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. જેમાં 40 વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને ઇતિહાસ વિભાગના પ્રો. કલ્પેશભાઈ બારોટ, પ્રો.હાર્દિક પટેલ અને પ્રો. પાયલબેન રબારી દ્વારા વિદ્યાર્થીઓને કારગીલ વિજય દિવસ પર વ્યાખ્યાન આપવામાં આવ્યું અને છેલ્લે પ્રોજેક્ટ પર વીડિયો ક્લિપ દ્વારા કારગીલ વિજય દિવસ પર શહીદ થયેલ ભારતના વીર જવાનો વિશે માહિતી આપી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.પાયલબેન રબારી દ્વારા કરવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.